SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ લાક્ષણિક સાહિત્ય શબ્દાર્ણવ-વૃત્તિઃ આ “શબ્દાર્ણવ-વ્યાકરણ' પર સહજકીર્તિગણિએ “મનોરમા' નામે સ્વપજ્ઞ વૃત્તિની રચના કરી છે. ઉપર્યુક્ત દસ અધિકારોમાં ૧. સંજ્ઞાકરણ, ૨. શબ્દોની સાધના, ૩. સૂત્રોની રચના અને ૪. દૃષ્ટાન્ત–આ ચાર પ્રકારે પોતાની રચનાશૈલીનો વૃત્તિમાં નિર્વાહ કર્યો છે. તેઓએ બધા સૂત્રોમાં પાણિનિઅષ્ટાધ્યાયીની “કાશિકાવૃત્તિ અને અન્ય વૃત્તિઓનો આધાર લીધો છે. વૃત્તિ સાથે સમગ્ર વ્યાકરણગ્રંથ ૧૭૦૦૦ શ્લોક-પ્રમાણનો છે. આ ગ્રંથની ૩૭૩ પત્રોની એક પ્રતિ ખંભાતના શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાન ભંડાર (સં. ૪૬૮)માં છે. આ ગ્રંથ પ્રકાશનને યોગ્ય છે. વિદ્યાનંદવ્યાકરણ: આ તપાગચ્છીય આચાર્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય વિદ્યાનંદસૂરિએ “બુદ્ધિસાગર'ની જેમ પોતાના નામ પરથી જ “વિદ્યાનંદવ્યાકરણ'ની રચના વિ. સં. ૧૩૧ ૨માં કરી છે. આ વ્યાકરણગ્રંથ ઉપલબ્ધ નથી. ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિના શિષ્ય ચંદ્રતિલક ઉપાધ્યાયે જિનપતિસૂરિના શિષ્ય સુરપ્રભની પાસે આ “વિદ્યાનંદવ્યાકરણનું અધ્યયન કર્યું હતું. આચાર્ય મુનિસુંદરસૂરિએ “ગુર્નાવલી'માં કહ્યું છે કે “આ વ્યાકરણમાં સૂત્રો ઓછાં છે પરંતુ અર્થ બહુ છે માટે જ આ વ્યાકરણ સર્વોત્તમ જણાય છે.* નૂતનવ્યાકરણ : કૃષ્ણર્ષિગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય જયસિંહસૂરિએ વિ.સં. ૧૪૪૦ની આસપાસ “નૂતનવ્યાકરણની રચના કરી છે. આ વ્યાકરણ સ્વતંત્ર છે કે “સિદ્ધહેમશબ્દાનુશાસનના આધારે તેની રચના કરવામાં આવી છે તેનું સ્પષ્ટીકરણ થયું નથી. ૧. તેઓએ “ફલવદ્ધિપાર્શ્વનાથ-મહાકાવ્યની રચના ૩૦૦ વિવિધ છંદમય શ્લોકોમાં કરી છે. આની હસ્તલિખિત પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે. ૨. વિદ્યાનન્દસૂરિના જીવન વિશે જુઓ – “ગુર્નાવલી” પદ્ય ૧૫૨-૧૭૨. ૩. ઉપાધ્યાય ચન્દ્રતિલકગણિએ સ્વરચિત “અભયકુમાર-મહાકાવ્ય'ની પ્રશસ્તિમાં આ ઉલ્લેખ કર્યો છે. ૪. જુઓ–“ગુર્નાવલી’ પદ્ય ૧૭૧. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy