________________
વ્યાકરણ
જયસિંહસૂરિના શિષ્ય નયચન્દ્રસૂરિએ “હમ્મીરમદમર્દન-મહાકાવ્યની રચના કરી છે. તેમણે તેના સર્ગ ૧૪, પદ્ય ૨૩-૨૪માં ઉલ્લેખ કર્યો છે કે જયસિંહસૂરિએ કુમારપાલચરિત્ર' તથા ભાસર્વજ્ઞકૃત “ન્યાયસાર' પર “ન્યાયતાત્પર્યદીપિકા' નામની વૃત્તિની રચના કરી છે. તેમણે “શાર્વધરપદ્ધતિ'ના રચયિતા સારંગ પંડિતને શાસ્ત્રાર્થમાં હરાવ્યા હતા. પ્રેમલાભવ્યાકરણ:
અંચલગચ્છીય મુનિ પ્રેમલાભે આ વ્યાકરણની રચના વિ. સં. ૧૨૮૩માં કરી છે. બુદ્ધિસાગરની જેમ રચયિતાના નામ પર આ વ્યાકરણનું નામ રાખવામાં આવ્યું છે. આ “સિદ્ધહેમ' કે બીજા કોઈ વ્યાકરણના આધારે રચાયેલ નથી પરંતુ સ્વતંત્ર રચના છે. શબ્દભૂષણવ્યાકરણ :
તપાગચ્છીય આચાર્ય વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે “શબ્દભૂષણ' નામના વ્યાકરણ ગ્રંથની રચના વિ. સં. ૧૭૭૦ આસપાસ ગુજરાતના વિખ્યાત શેખ ફતેના પુત્ર બડેમિયાં માટે કરી હતી. આ વ્યાકરણ સ્વતંત્ર કૃતિ છે કે “સિદ્ધહેમ' વ્યાકરણનું રૂપાંતરણ છે, તે જાણી શકાયું નથી. આ ગ્રંથ પદ્યમાં ૩૦૦ શ્લોક-પ્રમાણ છે, એવો “જૈન-ગ્રંથાવલી' (પૃ. ૨૯૮)માં નિર્દેશ છે.
મુનિ દાનવિજયે પોતાના શિષ્ય દર્શનવિજય માટે “પર્યુષણાકલ્પ' પર ‘દાનદીપિકા' નામે વૃત્તિ સં. ૧૭૫૭માં રચીહતી. પ્રયોગમુખવ્યાકરણ:
પ્રયોગમુખવ્યાકરણ' નામક ગ્રંથની ૩૪ પત્રની પ્રતિ જેસલમેરના ભંડારમાં છે. કર્તાનું નામ જ્ઞાત નથી. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી શ્વેતાંબર જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજના નામની સાથે પોતાનું નામ જોડીને વિ. સં. ૧૧૪૫ આસપાસ “સિદ્ધહેમચંદ્ર' નામક શબ્દાનુશાસનની કુલ સવા લાખ શ્લોકપ્રમાણની રચના કરી છે. આ વ્યાકરણની નાની-મોટી વૃત્તિઓ અને ઉણાદિપાઠ, ગણપાઠ, ધાતુપાઠ તથા લિંગાનુશાસન પણ તેઓએ સ્વયં રચ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org