SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ શબ્દાર્ણવવ્યાકરણ : ખરતરગચ્છીય વાચક રત્નસારના શિષ્ય સહજકીર્તિગણિએ ‘શબ્દાર્ણવવ્યાકરણ’ની સ્વતંત્ર રીતે રચના વિ. સં. ૧૬૮૦ની આસપાસ કરી છે. આ વ્યાકરણમાં ૧. સંજ્ઞા, ૨. શ્લેષ (સન્ધિ), ૩. શબ્દ (સ્યાદિ), ૪. ષત્વ-ણત્વ, ૫. કારકસંગ્રહ, ૬. સમાસ, ૭. સ્ત્રી-પ્રત્યય, ૮. તદ્ધિત, ૯. કૃત અને ૧૦. ધાતુ— આ દશ અધિકાર છે. અનેક વ્યાકરણ-ગ્રંથોને જોઈને તેમણે પોતાનાં વ્યાકરણનું સરળ શૈલીમાં નિર્માણ કર્યું છે. સાહિત્યક્ષેત્રમાં પોતાના ગ્રંથનું મૂલ્યાંકન કરતી વખતે તેમણે પોતાની લઘુતાનો પરિચય આ પ્રમાણે પ્રશસ્તિમાં આપ્યો છે : ‘શબ્દાનુશાસનની રચના કષ્ટસાધ્ય છે. આ રચનામાં નવીનતા નથી’ એવું માત્સર્યવચન પ્રમોદશીલ અને ગુણી વૈયાકરણોએ પોતાના મુખે ન કહેવું જોઈએ. આ પ્રકારના શાસ્ત્રોમાં જે વિદ્વાનોએ પરિશ્રમ કર્યો છે તેઓ જ મારા શ્રમને જાણી શકશે. હું કંઈ વિદ્વાન નથી, મારી ચર્ચામાં વિશેષતા નથી, મારામાં એવી બુદ્ધિમત્તા પણ નથી, છતાં પણ પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવથી જ આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. ૧. સંજ્ઞા તેષ: શા: પત્ન-ત્વે જારસંગ્રહઃ । समासः स्त्रीप्रत्ययश्च तद्धिताः कृच्च धातवः ॥ दशाधिकारा एतेऽत्र व्याकरणे यथाक्रमम् । साङ्गाः सर्वत्र विज्ञेया यथाशास्त्रं प्रकाशिताः ॥ ૨. હ્રાસ્માભિરિયું રીતિ: પ્રાય: શબ્દાનુશાસને 1 नवीनं न किमप्यत्र कृतं मात्सर्यवागियम् । अमत्सरैः शब्दविद्भिः न वाच्या गुणसंग्रहैः ॥ एतादृशानां शास्त्राणां विधाने यः परिश्रमः । स एव हि जानाति यः करोति सुधीः स्वयम् ॥ नाहं कृती नो विवादे आधिक्यं मम मतिर्न च । केवलः पार्श्वनाथस्य प्रभावोऽयं प्रकाशते ॥ ૨૫ Jain Education International For Private & Personal Use Only ― www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy