SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 2 લાક્ષણિક સાહિત્ય પંચગ્રંથી અથવા બુદ્ધિસાગર-વ્યાકરણ: પંચગ્રંથી-વ્યાકરણ'નાં બીજાં નામ છે “બુદ્ધિસાગર-વ્યાકરણ' અને શબ્દલક્ષ્મ'. આ વ્યાકરણની રચના શ્વેતાંબરાચાર્ય બુદ્ધિસાગરસૂરિએ વિ.સ. ૧૦૮૦માં કરી છે. તેઓ આચાર્ય વર્ધમાનસૂરિના શિષ્ય હતા. ગ્રંથકારે આ ગ્રંથની રચના માટેનું કારણ જણાવતાં કહ્યું છે કે “જ્યારે બ્રાહ્મણોએ આક્ષેપ કરતાં કહ્યું કે જૈનોમાં શબ્દલક્ષ્મ અને પ્રમાલક્ષ્મ છે જ ક્યાં ? તેઓ તો પરગ્રંથોપજીવી છે. ત્યારે બુદ્ધિસાગરસૂરિએ આ આક્ષેપનો જવાબ આપવા માટે આ ગ્રંથની રચના કરી. - શ્વેતાંબર આચાર્યોમાં ઉપલબ્ધ એવા સર્વપ્રથમ વ્યાકરણગ્રંથની રચના કરનાર આ જ આચાર્ય છે. તેઓએ ગદ્ય અને પદ્યમય ૭૦૦૦ શ્લોકપ્રમાણ આ ગ્રંથની રચના કરી છે. આ વ્યાકરણનો ઉલ્લેખ સં. ૧૦૯૫માં ધનેશ્વરસૂરિરચિત સુરસુંદરીકથાની પ્રશસ્તિમાં આવે છે. તે સિવાય સં. ૧૧૨૦માં અભયદેવસૂરિકૃત પંચાશકવૃત્તિ (પ્રશસ્તિ ગ્લો. ૩)માં, સં. ૧૧૩૯માં ગુણચંદ્રરચિત મહાવીરચરિત (પ્રાકૃત-પ્રસ્તાવ ૮, શ્લોક. ૫૩)માં, જિનદત્તસૂરિરચિત ગણધરસાર્ધશતક (પદ્ય ૬૯)માં, પદ્મપ્રભકત કુન્થનાથરચિત અને પ્રભાવક ચરિત (અભયદેવસૂરિચરિત)માં પણ આ ગ્રંથનો નામોલ્લેખ આવે છે. १. श्रीविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समासहस्रे । सश्रीकजावालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पम् ॥ --વ્યારપ્રાન્તપ્રતિઃ | ૨. તૈરવધત્તેિ યત તુ પ્રવૃત્તિરવયોરિ | तत्र दुर्जनवाक्यानि प्रवृत्तेः सन्निबन्धनम् ॥४०३।। शब्दलक्ष्म-प्रमालक्ष्म यदेतेषां न विद्यते । नादिमन्तस्ततो ह्येते परलक्ष्मोपजीविनः ॥४०४।। – મતક્ષ્મપ્રતિ 1 ૩. આ વ્યાકરણની હસ્તલિખિત પ્રતિ જેસલમેર-ભંડારમાં છે. પ્રતિ અત્યન્ત અશુદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy