________________
વ્યાકરણ
આચાર્ય હેમચંદ્રસૂરિનો ઉલ્લેખ નથી. એમ આચાર્ય હેમચંદ્રસૂરિએ પણ તેમનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. ઘણા કવિઓનાં નામ અને ઘણી જગ્યાએ કર્તાના નામ વગર કૃતિઓનાં નામનો ઉલ્લેખ થયો છે.
આ ગ્રંથ દ્વારા ઘણાં નવીન તથ્યો જાણવા મળે છે. જેમ કે– “ભટ્ટિકાવ્ય” અને વયાશ્રયમહાકાવ્ય'ની જેમ માળવાના પરમાર રાજાઓ સંબંધી કોઈ કાવ્ય હતું, જેનું નામ તેઓએ નથી જણાવ્યું પરંતુ તે કાવ્યના ઘણા શ્લોકો ઉદ્ધત કર્યા છે.
આચાર્ય સાગરચંદ્રસૂરિકૃત સિદ્ધરાજ સંબંધી કેટલાક શ્લોકોનો પણ સમાવેશ કરેલ છે, આથી એ જાણવા મળે છે કે તેમણે સિદ્ધરાજ સંબંધી કોઈ કાવ્યની રચના કરી હતી, જે આજ સુધી ઉપલબ્ધ થઈ શક્યું નથી.
સ્વયં વર્ધમાનસૂરિએ પોતાના “સિદ્ધરાજવર્ણન' નામના ગ્રંથનો “નૈવ સિદ્ધરાનવને' એમ કહીને ઉલ્લેખ કર્યો છે. તેથી જાણી શકાય છે કે તેમનો સિદ્ધરાજવર્ણન' નામનો કોઈક ગ્રંથ હતો, જે આજે મળતો નથી.
લિંગાનુશાસનઃ
આચાર્ય પાલ્યકીર્તિ-શાકટાયનાચાર્યે લિંગાનુશાસન' નામની કૃતિની રચના કરી છે. તેની હસ્તલિખિત પ્રતિ મળે છે. તે આર્યા છંદમાં રચાયેલ ૭૦ પદોમાં છે. રચના-સમય ૯મી શતાબ્દી છે. ધાતુપાઠ:
આચાર્ય પાલ્યકીર્તિ-શાકટાયનાચાર્યે ધાતુપાઠ'ની રચના કરી છે. પં. ગૌરીલાલ જૈને વીર-સંવત્ ૨૪૩૭માં તે છાપ્યો છે. તે પણ ૯મી સદીનો ગ્રંથ છે.
મંગલાચરણમાં “જિન”ને નમસ્કાર કરીને “ધ વૃદ્ધો ધ સંધર્ષે' થી પ્રારંભ કર્યો છે. તેમાં ૧૩૧૭ (૧૨૮૦+૩૭) ધાતુ અર્થસહિત આપ્યા છે. અંતમાં આપવામાં આવેલા સૌત્રકડવાદિ ૩૭ ધાતુઓને છોડીને ૧૧ ગણોમાં વિભક્ત ક્ય છે. ૩૬ ધાતુઓનો ‘વિરુત્પનિન્ત' અને પુરાદ્રિ વગેરેનો ‘નિત્યનિન્ત' ધાતુથી પરિચય કરાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org