SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લાક્ષણિક સાહિત્ય પ્રક્રિયાબદ્ધ કર્યું છે. અભયચંદ્રનો સમય, ગુરુ-શિષ્ય આદિ પરંપરા અને તેમની અન્ય રચનાઓ વિશે કશું પણ જ્ઞાત નથી. શાકટાયન-ટીકા : ૨૦ આ ગ્રંથ પ્રક્રિયાબદ્ધ છે, જેના કર્તા ‘વાદિપર્વતવજ’ના ઉપનામથી વિખ્યાત એવા ભાવસેન સૈવિદ્ય છે, જેમણે કાતન્ત્રરૂપમાલા-ટીકા અને વિશ્વતત્ત્વપ્રકાશ ગ્રંથ લખ્યા છે. રૂપસિદ્ધિ (શાકટાયનવ્યાકરણ-ટીકા) : દ્રવિડસંઘના આચાર્ય મુનિ દયાપાલે ‘શાકટાયન-વ્યાકરણ’ પર એક નાની એવી ટીકા રચી છે. શ્રવણબેલ્ગોલના ૫૪મા શિલાલેખમાં તેમના વિષયમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે : 'हितैषिणां यस्य नृणामुदात्तवाचा निबद्धा हितरूपसिद्धिः । वन्द्यो दयापालमुनिः स वाचा, સિદ્ધઃ સતાં મૂદ્ધનિ યઃ પ્રભાવૈ ।।' દયાપાલ મુનિના ગુરુનું નામ મતિસાગર હતું. તેઓ ‘ન્યાયવિનિશ્ચય’ અને ‘પાર્શ્વનાથચરિત’ના કર્તા વાદિરાજના સાધર્મિક હતા. ‘પાર્શ્વનાથચરત'ની રચના શક સં. ૯૪૭ (વિ. સં. ૧૦૮૨)માં થઈ હતી. તેથી દયાપાલ મુનિનો સમય પણ તેની આજુ-બાજુનો માની શકાય. આ ટીકા-ગ્રંથ પ્રકાશિત થયેલો છે. મુનિ દયાપાલના અન્ય ગ્રંથો વિશે કશું જ જ્ઞાત નથી. ગણરત્નમહોદધિ ઃ શ્વેતાંબરાચાર્ય ગોવિંદસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ‘શાકટાયનવ્યાકરણ’માં જે ગણ આવે છે તેમનો સંગ્રહ કરી ‘ગણરત્નમહોદધિ' નામક ૪૨૦૦ શ્લોક પરિમાણ સ્વોપજ્ઞ ટીકાયુક્ત ઉપયોગી ગ્રંથની વિ. સં. ૧૧૯૭માં રચના કરી છે. તેમાં નામોના ગણોને શ્લોકબદ્ધ કરી ગણના પ્રત્યેક પદની વ્યાખ્યા અને ઉદાહરણ આપ્યાં છે. તેમાં અનેક વ્યાકરણકારોના મતોનો ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે પરંતુ સમકાલીન ૧. આ કૃતિ ગુસ્ટવ ઑર્ટે સન્ ૧૮૯૩માં પ્રકાશિત કરી હતી. આમાં તેમણે શાકટાયને ‘પ્રાચીન શાકટાયન' માનવાની ભૂલ કરી છે. સન્ ૧૯૦૭માં મુંબઈથી જેષ્ઠારામ મુકુન્દજીએ આનું પ્રકાશન કર્યું હતું. ૨. આ ગ્રંથ સન્ ૧૮૭૯-૮૧માં પ્રકાશિત થયો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy