________________
વ્યાકરણ
- ૧૯ વૃત્તિમાં “અમોધવઊંડરાતીન' એવું ઉદાહરણ છે, જે અમોઘવર્ષ રાજાનો જ નિર્દેશ કરે છે. અમોઘવર્ષનો રાજ્યકાળ શક સં. ૭૩૬ થી ૭૮૯ છે. તે ગાળામાં આની રચના થઈ છે. ચિંતામણી-શાકટાયન વ્યાકરણ-વૃત્તિઃ
યક્ષવર્મા નામક વિદ્વાને “અમોઘવૃત્તિના આધારે ૬૦૦૦ શ્લોકપરિમાણની એક નાની એવી વૃત્તિની રચના કરી છે. તેઓ સાધુ હતા કે ગૃહસ્થ અને તેઓ કયારે થઈ ગયા એ સંબંધમાં તથા તેમના અન્ય ગ્રંથોના વિષયમાં પણ કશું જ જાણવા નથી મળતું. તેઓએ પોતાની વૃત્તિના વિષયમાં કહ્યું છે :
'तस्यातिमहती वृत्तिं संहृत्येयं लघीयसी । संपूर्णलक्षणा वृत्तिर्वक्ष्यते यक्षवर्मणा ॥ बालाऽबलाजनोऽप्यस्या वृत्तेरभ्यासवृत्तितः ।
समस्तं वाङ्मयं वेत्ति वर्षेणैकेन निश्चयात् ॥' અર્થાત્ યક્ષવર્મા કહે છે કે અમોઘવૃત્તિ નામની મોટી વૃત્તિમાંથી સંક્ષિપ્ત કરેલી આ નાની પરંતુ સંપૂર્ણ લક્ષણોવાળી વૃત્તિ છે. બાળકો અને સ્ત્રીઓ પણ આ વૃત્તિના અભ્યાસથી એક જ વર્ષમાં સમસ્ત વાયની નિશ્ચિત રીતે જાણકારી પામી શકે છે.
આ વૃત્તિ કેવી હશે તેનું અનુમાન આ ઉપરથી કરી શકાય છે.
સમન્નભટ્ટે આ ટીકાના વિષમ પદો પર ટિપ્પણ રચેલ છે, જેનો ઉલ્લેખ ‘માધવીય-ધાતુવૃત્તિમાં આવે છે. મણિપ્રકાશિકા (શાકટાયનવ્યાકરણવૃત્તિ-ચિંતામણિ-ટીકા) :
મણિ' એટલે કે ચિંતામણિટીકા, જે યક્ષવર્માએ રચી છે અને તેના પર અજિતસેનાચાર્યે વૃત્તિની રચના કરી છે. અજિતસેન નામના ઘણા વિદ્વાનો થઈ ગયા છે. આ રચના કયા અજિતસેને કયા સમયે કરી છે તે સંબંધમાં કશું પણ જાણવા નથી મળ્યું. પ્રક્રિયાસંગ્રહ :
પાણિનીય વ્યાકરણને “સિદ્ધાન્તકૌમુદી' ના રચયિતાએ જે રીતે પ્રક્રિયામાં મૂકવાનો પ્રયત્ન કર્યો તે જ રીતે અભયચંદ્ર નામના આચાર્ય “શાકટાયન- વ્યાકરણ'ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org