SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અમોઘવૃત્તિ (શાકટાયનવ્યાકરણ-વૃત્તિ) : ‘શાકટાયનવ્યાકરણ' પર લગભગ અઢાર હજાર શ્લોક-પરિમાણની ‘અમોઘવૃત્તિ’ નામની રચના ઉપલબ્ધ છે. આ વૃત્તિ બધા ટીકા-ગ્રંથોમાં પ્રાચીન અને વિસ્તારપૂર્વકની છે. રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષને લક્ષ્યમાં રાખીને તેનું નામ ‘અમોઘવૃત્તિ’ રાખવામાં આવ્યું હશે તેમ લાગે છે. રચના-સમય વિ. ૯મી સદી છે. વર્ધમાનસૂરિએ પોતાના ‘ગણરત્નમહોદધિ’ (પૃ. ૮૨, ૯૦)માં શાકટાયનના નામે જે ઉલ્લેખો કર્યા છે તે બધા ‘અમોઘવૃત્તિ’માં મળે છે. લાક્ષણિક સાહિત્ય આચાર્ય મલયગિરિએ ‘નંદિસૂત્ર'ની ટીકામાં ‘વીરમમૃતં જ્યોતિઃ' આ મંગલાચરણ-પદ્યને શાકટાયનની સ્વોપજ્ઞવૃત્તિનું કહ્યું છે, જે ‘અમોઘવૃત્તિ’માં મળે છે. યક્ષવર્માએ શાકટાયનવ્યાકરણની ‘ચિંતામણિ-ટીકા'ના મંગલાચરણમાં શાકટાયન પાલ્યકીર્તિ પ્રત્યે આદર વ્યક્ત કરતાં ‘અમોઘવૃત્તિ’ ના ‘તસ્યાતિમહતીં વૃત્તિમ્' આ ઉલ્લેખ દ્વારા સ્વોપજ્ઞ હોવાની સૂચના કરી છે એમ પ્રતીત થાય છે. સર્વાનંદે ‘અમરટીકાસર્વસ્વ'માં અમોઘવૃત્તિમાંથી પાલ્યકીર્તિના નામની સાથે ઉદ્ધરણ આપ્યું છે. આ ઉલ્લેખોથી એ સ્પષ્ટ થાય છે કે ‘અમોઘવૃત્તિ'ના કર્તા શાકટાયનાચાર્ય પાલ્યકીર્તિ સ્વયં છે. યક્ષવર્માએ આ વૃત્તિની વિશેષતા દર્શાવતા કહ્યું છે : 'गण-धातुपाठयोगेन धातून् लिङ्गानुशासने लिङ्गगतम् । औणादिकानुणादौ शेषं निःशेषमत्र वृत्तौ विद्यात् ॥ ११॥ એટલે કે ગણપાઠ, ધાતુપાઠ, લિજ્ઞાનુશાસન અને ઉણાદિ સિવાયના બધા જ વિષયો આ વૃત્તિમાં વર્ણવેલા છે. આનાથી આ વૃત્તિ કેટલી ઉપયોગી છે તેનું અનુમાન કરી શકાય છે. આ વૃત્તિ હજી સુધી અપ્રકાશિત છે. આ વ્યાકરણ-ગ્રંથમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન, ઉષ્ણાદિ વગેરે નિઃશેષ પ્રકરણો છે. આ નિઃશેષ વિશેષણ દ્વારા મોટે ભાગે અનેકશેષ જૈનેન્દ્રવ્યાકરણની અપૂર્ણતા તરફ સંકેત કરવામાં આવ્યો હોય તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy