________________
(૨૬) પ્રથમ સૂત્ર દ્વારા વિભિન્ન ખેટકોના વિચાર પ્રકટ કરવામાં આવ્યા છે. બીજું સૂત્ર – રાધિal (૦૨ સૂત્ર ૨)
બોધાનન્દ બતાવે છે કે રહસ્યોને જાણનાર જ વિમાન ચલાવવાનો અધિકારી થઈ શકે છે. આ સૂત્રની વ્યાખ્યા કરતાં આમ લખે છે :
विमान-रचने व्योमारोहणे चलने तथा । स्तम्भने गमने चित्रगतिवेगादिनिर्णये ॥ वैमानिक रहस्यार्थज्ञानसाधनमन्तरा ।
यतो संसिद्धिर्नेति सूत्रेण वर्णितम् ॥ અર્થાત્ જે વૈમાનિક વ્યક્તિ અનેક પ્રકારનાં રહસ્ય, જેમકે વિમાન બનાવવું, તેને આકાશમાં ઉડાડવું, ચલાવવું તથા આકાશમાં જ રોકવું, ફરી ચલાવવું, ચિત્ર-વિચિત્ર પ્રકારની અનેક ગતિઓમાં ચલાવવું અને વિમાનની વિશેષ અવસ્થામાં વિશેષ ગતિઓનો નિર્ણય કરવાનું જાણતી હોય તે જ અધિકારી થઈ શકે છે, બીજી નહિ.
વૃત્તિકાર વધુમાં લખે છે કે લલ્લાચાર્ય વગેરે અનેક પ્રાચીન વિમાનશાસ્ત્રીઓએ રહસ્યલહરી” વગેરે ગ્રંથોમાં જે બતાવ્યું છે તે અનુસાર સંક્ષેપમાં વર્ણન કરું છું. જ્ઞાતવ્ય છે કે ભરદ્વાજ ઋષિએ રચેલાં “વૈમાનિક પ્રકરણ”ની પહેલાં કેટલાય અન્ય આચાર્યોએ પણ વિમાન-વિષયક ગ્રંથ લખ્યા છે, જેમકે –
નારાયણ અને તેમનો લખેલ ગ્રંથ “વિમાનચન્દ્રિકા શૌનક
વ્યોમયાનતંત્ર' ગર્ગ
“યત્રકલ્પ' વાચસ્પતિ
“યાનબિન્દુ' ચાકાયણિ "
વ્યોમાનાર્ક ધુપ્તિનાથ ”
“ખેટયાનપ્રદીપિકા'. ભરદ્વાજજીએ આ શાસ્ત્રોનું પણ સારી રીતે અવલોકન તથા વિચાર કરી “વૈમાનિકપ્રકરણ”ની પરિભાષા વિસ્તારથી લખી છે – આ બધું ત્યાં લખેલું છે. રહસ્યલહરીમાં ૩૨ પ્રકારના રહસ્ય વર્ણિત છે -
एतानि द्वात्रिंशिद्रहस्यानि गुरोर्मुखात् । विज्ञानविधिवत्सर्वं पश्चात्कार्यं समारभेत् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org