________________
(૨૭) एतद्रहस्यानुभवो यस्यास्ति गुरुबोधनः ।
स एव व्योमयानाधिकारी स्यान्नेतरे जनाः ॥ અર્થાતુ જે ગુરુ પાસેથી ચોક્કસ રીતે ૩૨ રહસ્યો જાણી તેમનો અભ્યાસ કરી, રહસ્યોની જાણકારીમાં પ્રવીણ થાય તે જ વિમાનો ચલાવવાનો અધિકારી છે, બીજો નહિ.
આ ૩૨ રહસ્ય ખૂબ જ વિચિત્ર તથા વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવ્યા હતા. આજકાલના વિમાનોમાં પણ આ વિચિત્રતા મળતી નથી. આ ૩૨ રહસ્યોને પૂરા લખવા લેખની લંબાઈ ખૂબ વધારવા સમાન છે. વાચકોના જ્ઞાન તથા પોતાના જૂના કલા-કૌશલ્યના વિકાસની ઝલક બતાવવા માટે કેટલાંક યંત્રોનું નીચે વર્ણન કરીએ છીએ:
૧. પહેલાં કેટલાક રહસ્યોનાં વર્ણનમાં તે અનેક પ્રકારની શક્તિઓ, જેમકે છિન્નમસ્તા, ભૈરવી, વેગિની, સિદ્ધામ્બા વગેરેને પ્રાપ્ત કરી, તેમને વિભિન્ન માર્ગો કે પ્રયોગો જેમકે – પુટિકા, પાદુકા, દૃશ્ય, અદશ્ય શક્તિ માર્ગો અને તે શક્તિઓને વિભિન્ન કલાઓમાં સંયોજિત કરી અભેદત્વ, છેદત્વ, અદાણત્વ, અવિનાશત્વ વગેરે ગુણો પ્રાપ્ત કરી તેમનો વિમાન-રચના ક્રિયામાં પ્રયોગ કરવાની વિધિઓ બતાવી છે. સાથે જ મહામાયા, શામ્બરાદિ તાંત્રિકશાસ્ત્રો (Technical Literatures) દ્વારા અનેક પ્રકારની શક્તિઓના અનુષ્ઠાનોનાં રહસ્યોનું વર્ણન કર્યું છે. એમ લખ્યું છે કે વિમાનવિદ્યામાં પ્રવીણ અતિ અનુભવી વિદ્વાન વિશ્વકર્મા, છાયાપુરુષ, મનુ તથા મય વગેરે સ્થપતિઓ (Builders or constructors)નાં ગ્રંથ તે સમયે ઉપલબ્ધ હતા. રામાયણમાં લખ્યું છે કે “પુષ્પક વિમાનના આવિષ્કારક કે માંત્રિક (Theorist) અગમ્ય ઋષિ હતા, પરંતુ તેના નિર્માણકર્તા વિશ્વકર્મા હતા.
૨. આકાશ-પરિધિ-મંડલોનાં સંધિસ્થાનોમાં શક્તિઓ ઉત્પન્ન થાય છે અને જયારે વિમાન આ સંધિ-સ્થાનોમાં પ્રવેશ કરે છે ત્યારે શક્તિઓ તેનું સમ્મર્દન કરી ચૂર-ચૂર કરી શકે છે, આથી તે સંધિઓમાં પ્રવેશ કરતાં પહેલાં જ સૂચના આપનાર રહસ્ય” વિમાનમાં લાગેલ હોય છે જે તેનો ઉપાય કરવા સાવધાન કરી દે છે. શું આ આજકાલના (Radar) સમાન યંત્રનો બોધ નથી કરાવતું?
૩. માયા વિમાન કે અદશ્ય વિમાનને દશ્ય અને પોતાના વિમાનને અદશ્ય કરી નાખનાર યત્ર વિમાનોમાં રહેતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org