________________
(૨૫)
આ રીતે ૧૦૦ અધિકરણ આ ‘વૈમાનિક પ્રકરણ'ની હસ્તલિખિત પુસ્તિકામાં આપવામાં આવ્યા છે. વાચક આની પર થોડુંક પણ ધ્યાન આપશે તો જોઈ શકશે કે જે વિષય કે વિદ્યા આ અધિકરણોમાં આપવામાં આવી છે તે આજકાલની વૈજ્ઞાનિક વિદ્યાથી ઓછી મહત્ત્વની નથી.
ઉપલબ્ધ ચાર સૂત્રઃ
આ ચાર સૂત્રો સાથે બોધાનન્દની વૃત્તિ ઉપરાંત કેટલાક અન્ય ખેટકોનાં નામ તથા વિચાર પણ આપવામાં આવ્યા છે.
પ્રથમ સૂત્ર છે :—વેળાસામ્યાટ્ વિમાનોડ≤નાનામિતિ ’
આ સૂત્ર દ્વારા વિમાન શું છે તેની પરિભાષા આપવામાં આવી છે. બોધાનન્દ પોતાની વૃત્તિમાં કહે છે કે વિમાન તે આકાશયાન છે જે ગીધ વગેરે પક્ષીઓ માફક વેગથી આકાશમાં ગમન કરે છે. લલ્લાચાર્ય એક અન્ય ખેટકમાં પણ આ જ લક્ષણ આપે છે.
નારાયણાચાર્ય અનુસાર વિમાનનું લક્ષણ આ રીતે નિર્દિષ્ટ છે – पृथिव्यप्स्वन्तरिक्षेषु खगवद्वेगतः स्वयम् । यः समर्थो भवेद्गन्तुं स विमान इति स्मृतः ॥
અર્થાત્ જે વિમાન પૃથ્વી, જળ તથા અંતરિક્ષમાં પક્ષી સમાન વેગથી ઊડી શકે તેને જ વિમાન કહેવામાં આવે છે. અર્થાત્ તે સમયમાં વિમાન પૃથ્વી પર, પાણીમાં તથા વાયુ (હવા)માં ત્રણે અવસ્થાઓમાં વેગથી ચાલનાર હતા. એવું નથી કે પૃથ્વી પર કે પાણીમાં પડી નષ્ટ થઈ જતાં હતાં.
વિશ્વમ્ભર તથા શંખાચાર્ય અનુસાર :–
देशाद्देशान्तरं तद्वद् द्वीपाद्वीपान्तरं तथा । लोकाल्लोकान्तरं चापि योऽम्बरे गन्तुं अर्हति, स विमान इति प्रोक्तः खेटशास्त्रविदांवरैः ॥
અર્થાત્ તે સમયે જે એક દેશથી બીજા દેશ, એક દ્વીપથી બીજા દ્વીપ તથા એક લોકથી બીજા લોકમાં આકાશ દ્વારા ઊડીને જઈ શકતું હતું તેને જ વિમાન કહેવામાં આવતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org