________________
છવ્વીસમું પ્રકરણ
ધાતુવિજ્ઞાન
ધાતુત્પત્તિ
શ્રીમાલવંશીય ઠક્કર ફેરૂએ લગભગ વિ.સં. ૧૩૭પમાં “ધાત્ત્પત્તિ નામક ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. આ ગ્રંથમાં પ૭ ગાથાઓ છે. આમાં પીતળ, તાંબુ, સીસુ, કલાઈ, કાંસુ, પારો, હિંગળો, સિંદૂર, કપૂર, ચન્દન, કસ્તૂરી વગેરેનું વિવેચન છે. ધાતુવાદપ્રકરણ :
સોમરાજા-રચિત “રત્નપરીક્ષા'ના અંતે “ધાતુવાદપ્રકરણ' નામક ૨૫ શ્લોકોનું પરિશિષ્ટ પ્રાપ્ત થાય છે. તેમાં તાંબામાંથી સોનું બનાવવાની વિધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આના કર્તાનું નામ જ્ઞાત નથી. ભૂગર્ભપ્રકાશઃ
શ્રીમાલવંશીય ઠકુર ફેરૂએ લગભગ વિ.સં.૧૩૭૫માં ‘ભૂગર્ભપ્રકાશ' નામક ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી હતી. આ ગ્રંથમાં તાંબુ, સુવર્ણ, રજત, હિંગૂલ વગેરે બહુમૂલ્ય દ્રવ્યવાળી પૃથ્વીનો ઉપરનો ભાગ કેવો હોવો જોઈએ, કયા રંગની માટી હોવી જોઈએ અને કેવો સ્વાદ હોવાથી કેટલા હાથ નીચે કઈ-કઈ ધાતુઓ નીકળશે, તેનું સવિસ્તર વર્ણન આપી ગ્રંથકારે ભારતીય ભૂગર્ભશાસ્ત્રના સાહિત્યમાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ કરી છે. જોકે પ્રાચીન સાહિત્યિક કૃતિઓમાં આ પ્રકારના ઉલ્લેખો દૃષ્ટિગોચર થાય છે પરંતુ તેમનાથી વિસ્તૃત જાણકારી નથી મળતી. આ દષ્ટિએ આ ગ્રંથ ભારતીય સાહિત્યના ઈતિહાસમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ૨
૧. આ ગ્રંથ “રત્નપરીક્ષાદિ-સતગ્રંથસંગ્રહ'માં પ્રકાશિત છે. ૨. આ પણ “રત્નપરીક્ષાદિ-સપ્તગ્રંથસંગ્રહ'માં પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org