________________
૨૪૮
લાક્ષણિક સાહિત્ય મૂલ્ય, ધાતુગત પરિમાણ, સિક્કાઓનાં નામ અને સ્થાનસૂચન વગેરે આવશ્યકવિષયોનું મેં આ ગ્રંથમાં નિરૂપણ કર્યું છે.
જોકે દ્રવ્ય પરીક્ષામાં ઘણી પ્રાચીન મુદ્રાઓની સૂચના નથી તો પણ મધ્યકાલીન મુદ્રાઓનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આનાથી પર્યાપ્ત સહાયતા મળે છે. ગ્રંથમાં લગભગ ૨૦૦ મુદ્રાઓનો પરિચય આપવામાં આવ્યો છે. ઉદાહરણાર્થ પૂતલી, ખીમલી, કજાની, આદની, રીણી, રવાઈ, ખુરામી, વાલિષ્ટ-આ મુદ્રાઓનું તોલ સાથે વર્ણન આપવામાં આવ્યું છે, પરંતુ તેમનો સંબંધ કયા રાજવંશ કે દેશ સાથે હતો તે જાણવું મુશ્કેલ છે. કેટલીય મુદ્રાઓના નામ રાજવંશો સાથે જોડાયેલ છે, જેમકે કુમરુ-તિહણગિરિ.
આ રીતે ગુર્જર દેશ સાથે સંબંધી મુદ્રાઓમાં કુમરપુરી, અજયપુરી, ભીમપુરી, લાખાપુરી, અર્જુનપુરી, વિસલપુરી વગેરે નામવાળી મુદ્રાઓ ગુજરાતના રાજાઓ – કુમારપાળ વિ.સં.૧૧૯૯થી ૧૨૨૯, અજયપાલ સં. ૧૨૨૯થી ૧૨૩૨, ભીમદેવ, લાખા રાણા, અર્જુનદેવ સં. ૧૩૧૮થી ૧૩૩૧, વિસલદેવ સં. ૧૩૦૨થી ૧૩૧૮ના નામથી પ્રચલિત જણાય છે. પ્રબંધ ગ્રંથોમાં ભીમપ્રિય અને વિસલપ્રિય નામક સિક્કાઓનો ઉલ્લેખ મળે છે. માલવીમુદ્રા, ચંદેરિકાપુરમુદ્રા, જાલંધરીયમુદ્રા, ઢિલ્લિકાસત્કમુદ્રા, અશ્વપતિમહાનરેન્દ્રપાતસાહી-અલાઉદ્દીન મુદ્રા વગેરે કેટલીય મુદ્રાઓના નામ તોલમાપ સાથે બતાવવામાં આવ્યા છે. કુતુબુદીન બાદશાહની સ્વર્ણમુદ્રા, રૂપ્યમુદ્રા અને સાહિમુદ્રાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.'
જે મુદ્રાઓનો આ ગ્રંથમાં ઉલ્લેખ છે તેવી કેટલીય મુદ્રાઓ સંગ્રહાલયોમાં સંગૃહીત મળે છે, જેમકે – લાહઉરી, લગામી, સમોસી, મસૂદી, અબ્દુલી, કડુલી, દીનાર વગેરે. દીનાર અલાઉદ્દીનનો મુખ્ય સિક્કો હતો.
જે મુદ્રાઓનું આ ગ્રંથમાં વર્ણન છે તેવી કેટલીય મુદ્રાઓનો ઉલ્લેખ પ્રસંગવશ સાહિત્યિક ગ્રંથોમાં આવે છે, જેમકે – કેશરીનો ઉલ્લેખ હેમચન્દ્રસૂરિકત
યાશ્રયમહાકાવ્ય'માં, જઇથલનો ઉલ્લેખ “યુગપ્રધાનાચાર્યગુર્નાવલી'માં, દ્રમ્મનો ઉલ્લેખ કયાશ્રયમહાકાવ્ય, યુગપ્રધાનાચાર્યગુર્નાવલી વગેરે કેટલાક ગ્રંથોમાં આવે છે. દીનારનો ઉલ્લેખ “હરિવંશપુરાણ”, “પ્રબન્ધચિન્તામણિ' વગેરેમાં આવે છે.
૧. આ કૃતિ “રત્નપરીક્ષાદિ-સપ્તગ્રંથસંગ્રહમાં પ્રકાશિત છે. પ્રકાશક છે – રાજસ્થાન * પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, સન્ ૧૯૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org