________________
ત્રેવીસમું પ્રકરણ શિલ્પશાસ્ત્ર
વાસ્તુસાર:
શ્રીમાલવંશીય ઠકુર ફેરૂએ વિ.સં.૧૩૭૨માં “વાસ્તુસાર' નામક વાસ્તુશિલ્પશાસ્ત્રવિષયક ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચના કરી છે. તેઓ કલશ શ્રેષ્ઠીના પૌત્ર અને ચંદ્ર શ્રાવકના પુત્ર હતા. તેમની માતાનું નામ ચંદ્રા હતું. તેઓ ધંધકુલમાં થયા હતા અને કન્નાણપુરમાં રહેતા હતા. દિલ્લીના બાદશાહ અલાઉદીનના તેઓ ખજાનચી હતા.
આ ગ્રંથના ગૃહવાસ્તુપ્રકરણમાં ભૂમિપરીક્ષા, ભૂમિસાધના, ભૂમિલક્ષણ, માસફલ, નીંવનિવેશલગ્ન, ગૃહપ્રવેશલગ્ન અને સૂર્યાદિગ્રહાષ્ટકનું ૧૫૮ ગાથાઓમાં વર્ણન છે. પ૪ ગાથાઓમાં બિમ્બપરીક્ષાપ્રકરણ અને ૬૮ ગાથાઓમાં પ્રાસાદપ્રકરણ છે. આ રીતે આમાં કુલ ૨૮૦ ગાથાઓ છે.' શિલ્પશાસ્ત્રઃ
દિગંબર જૈન ભટ્ટારક એકસંધિએ “શિલ્પશાસ્ત્ર' નામક કૃતિની રચના કરી છે, એવો જિનરત્નકોશ, પૃ.૩૮૩માં ઉલ્લેખ છે.
૧. આ ગ્રંથ “રત્નપરીક્ષાદિ-સપ્તગ્રંથસંગ્રહમાં પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org