________________
ચોવીસમું પ્રકરણ
રત્નશાસ્ત્ર
આ પ્રાચીન ભારતમાં રત્નશાસ્ત્રને એક વિજ્ઞાન માનવામાં આવતું હતું. તેમાં ઘણી ખરી વાતો અનુશ્રુતિઓ પર આધારિત રહેતી હતી. પછીના કાળમાં રત્નશાસ્ત્રના લેખકોએ પોતાના અનુભવોનું સંકલન કરી તેને વિશદ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
જૈન આગમોમાં પ્રજ્ઞાપનાસૂત્ર' (પત્ર ૭૭, ૭૮)માં વપૂર, જંગ (અંજણ), પવાલ, ગોમેન્જ, રુચક, અંક, ફલિહ, લોહિયષ્મ, મરકય, મસારગલ, ભૂયમોયગ, ઈન્દ્રનીલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, ચંદ્રગ્રહ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત વગેરે રત્નોનાં નામ આવે છે.
કૌટિલ્યના અર્થશાસ્ત્ર'ના કોશપ્રવેશ્યપ્રકરણ (૨-૧૦-૨૯)માં રત્નોનું વર્ણન આવે છે. છઠ્ઠી શતાબ્દી પછી થનાર અગતિએ રત્નો વિશે પોતાનો મત “અગસ્તીયા રત્નપરીક્ષા નામે પ્રકટ કર્યો છે. ૭મી-૮મી સદીના બુદ્ધભટ્ટે “રત્નપરીક્ષા' ગ્રંથની રચના કરી છે. “ગરુડપુરાણના ૬૮થી ૭૦ અધ્યાયોમાં રત્નોનું વર્ણન છે. “માનસોલ્લાસના ભા.૧માં કોશાધ્યાયમાં રત્નોનું વર્ણન મળે છે. “રત્નસંગ્રહ', “નવરત્નપરીક્ષા વગેરે કેટલાય ગ્રંથ રત્નોનું વર્ણન કરે છે. સંગ્રામસિંહ સોની દ્વારા રચિત “બુદ્ધિસાગર” નામક ગ્રંથમાં રત્નોની પરીક્ષા વગેરે વિષય વર્ણિત છે.
અહીં જૈન લેખકો દ્વારા રચાયેલા રત્નશાસ્ત્રવિષયક ગ્રંથોના વિષયમાં પરિચય આપવામાં આવી રહ્યો છે. ૧. રત્નપરીક્ષા:
શ્રીમાલવંશીય ઠક્કર ફેરૂએ વિ.સં.૧૩૭૨માં “રત્નપરીક્ષા” નામક ગ્રંથની રચના કરી છે. રત્નોના વિષયમાં સુરમિતિ, અગમ્ય અને બુદ્ધભટ્ટે જે ગ્રંથો લખ્યા છે તેને સામે રાખી ફેરૂએ પોતાના પુત્ર હેમપાલ માટે ૧૩૨ ગાથાઓમાં આ ગ્રંથ પ્રાકૃતમાં રચ્યો છે. - આ ગ્રંથરચનામાં પ્રાચીન ગ્રંથોનો આધાર લેવા છતાં પણ ગ્રંથકારે ચૌદમી શતાબ્દીના રત્ન-વ્યવસાય પર ઘણો પ્રકાશ પાડ્યો છે. રત્નો સંબંધમાં સુલતાનયુગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org