SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર આ ગ્રંથમાં ધર્માનુસા૨ી રાજનીતિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જૈનાગમોમાં નિર્દિષ્ટ હાકાર, માકાર વગેરે સાત નીતિઓ અને આઠમો દ્રવ્યદંડ વગેરે ભેદ પ્રકાશિત કરવામાં આવ્યા છે.૧ કામદ્દકીય-નીતિસાર : ઉપાધ્યાય ભાનુચન્દ્રના શિષ્ય સિદ્ધિચન્દ્રે ‘કામન્દકીય-નીતિસાર' નામક ગ્રંથનું સંકલન કર્યું છે. આની ૩૯ પત્રોની પ્રત અમદાવાદમાં દેવસાના પાડામાં સ્થિત વિમલગચ્છના ભંડારમાં છે. જિનસંહિતા : મુનિ જિનસેને ‘જિનસંહિતા' નામક નીતિવિષયક ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં ૬ અધિકારો છે ઃ ૧. ઋણાદાન, ૨. દાયભાગ, ૩. સીમાનિર્ણય, ૪. ક્ષેત્રવિષય, ૫. નિસ્વામિવસ્તુવિષય અને ૬. સાહસ, તૈય, ભોજનાદિકાનુચિત વ્યવહાર અને સૂતકાશૌચ. રાજનીતિ : દેવીદાસ નામક વિદ્વાને ‘રાજનીતિ’ નામક ગ્રંથની પ્રાકૃતમાં રચના કરી છે. આ ગ્રંથ પૂનાના ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટમાં છે. ૨૪૧ ૧. આ ગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત થયો છે. ૨. જુઓ – કેટેલોગ ઑફ સંસ્કૃત એન્ડ પ્રાકૃત મેન્ચુસ્ક્રિપ્ટ્સ ઇન સી. પી. એન્ડ બરાર, પૃ. ૬૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy