________________
ચૌદમું પ્રકરણ
સામુદ્રિક
અંગવિજ્જા (અષવિદ્યા):
“અંગવિજ્જા' એક અજ્ઞાતકર્તક રચના છે. તે ફલાદેશનો એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જે સાંસ્કૃતિક સામગ્રીથી ભરપૂર છે. “અંગવિદ્યાનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં મળે છે. આ લોક-પ્રચલિત વિદ્યા હતી, જેનાથી શરીરનાં લક્ષણો જોઈને અથવા અન્ય પ્રકારના નિમિત્ત કે મનુષ્યની વિવિધ ચેષ્ટાઓ દ્વારા શુભ-અશુભ ફળનો વિચાર કરવામાં આવતો હતો. “અંગવિદ્યા અનુસાર અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્વપ્ર, છીંક, ભૌમ અને અંતરિક્ષ – આ આઠ નિમિત્તોનો આધાર છે અને આ આઠ મહાનિમિત્તો દ્વારા ભૂત, ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે.
આ “અંગવિજ્જા પૂર્વાચાર્ય દ્વારા ગદ્ય-પદ્યમિશ્રિત પ્રાકૃત ભાષામાં પ્રણીત છે જે નવમી-દસમી શતાબ્દી પહેલાંનો ગ્રંથ છે. આમાં ૬૦ અધ્યાયો છે. આરંભમાં અંગવિદ્યાની પ્રશંસા કરવામાં આવી છે અને તેના દ્વારા સુખ-દુ:ખ, લાભ-હાનિ, જય-પરાજય, સુભિક્ષ-દુર્ભિક્ષ, જીવન-મરણ વગેરે વાતોનું જ્ઞાન થાય છે તે બતાવવામાં આવ્યું છે. ૩૦ પટલોમાં વિભક્ત આઠમા અધ્યાયમાં આસનોના અનેક ભેદ બતાવવામાં આવ્યા છે. નવમા અધ્યાયમાં ૧૮૬૮ ગાથાઓ છે, જેમાં ૨૭૦ વિષયોનું નિરૂપણ છે. આ વિષયોમાં અનેક પ્રકારની શય્યા, આસન, યાન, કુષ્ય, ખંભ, વૃક્ષ, વસ્ત્ર, આભૂષણ, વાસણો, સિક્કા વગેરેનું વર્ણન છે. અગિયારમા અધ્યાયમાં સ્થાપત્યસંબંધી વિષયોનું મહત્ત્વપૂર્ણ વર્ણન કરતાં તત્સંબંધી શબ્દોની વિસ્તૃત સૂચી આપવામાં આવી છે. ઓગણીસમા અધ્યાયમાં રાજોપજીવી શિલ્પી અને તેમના ઉપકરણો સંબંધમાં ઉલ્લેખ છે. એકવીસમો અધ્યાય વિજયદ્વાર નામક છે જેમાં જય
૧. “પિંડનિર્યુક્તિ-ટીકા” (૪૦૮)માં ‘અંગવિજ્જાની નિમ્નલિખિત ગાથા ઉદ્ધત છે :
इंदिएहिं दियत्थेहिं समाधानं च अप्पणो। नाणं पवत्तए जम्हा निमित्तं तेण आहियं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org