________________
સામુદ્રિક
૨૧૫
પરાજયસંબંધી કથન છે. બાવીસમા અધ્યાયમાં ઉત્તમ ફળોની સૂચી આપવામાં આવી છે. પચ્ચીસમા અધ્યાયમાં ગોત્રોનો વિસ્તૃત ઉલ્લેખ છે. છવ્વીસમા અધ્યાયમાં નામોનું વર્ણન છે. સત્યાવીસમા અધ્યાયમાં રાજા, મંત્રી, નાયક, ભાંડાગારિક, આસનસ્થ, મહાનસિક, ગજાધ્યક્ષ વગેરે રાજકીય અધિકારીઓનાં પદોની સૂચી છે. અઠ્યાવીસમાં અધ્યાયમાં ઉદ્યોગી લોકોની મહત્ત્વપૂર્ણ સૂચી છે. ઓગણત્રીસમો અધ્યાય નગરવિજય નામનો છે, તેમાં પ્રાચીન ભારતીય નગરો સંબંધમાં ઘણી બધી વાતોનું વર્ણન છે. ત્રીસમા અધ્યાયમાં આભૂષણોનું વર્ણન છે. બત્રીસમા અધ્યાયમાં ધાન્યનાં નામ છે. તેત્રીસમા અધ્યાયમાં વાહનોનાં નામ આપવામાં આવ્યા છે. છત્રીસમા અધ્યાયમાં દોહદસંબંધી વિચાર છે. સાડત્રીસમા અધ્યાયમાં ૧૨ પ્રકારનાં લક્ષણોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચાલીસમા અધ્યાયમાં ભોજનવિષયક વર્ણન છે. એકતાલીસમાં અધ્યાયમાં મૂર્તિઓ, તેમના પ્રકાર, આભૂષણો અને અનેક પ્રકારની ક્રીડાઓનું વર્ણન છે.તેંતાલીસમાં અધ્યાયમાં યાત્રાસંબંધી વર્ણન છે. છેતાલીસમાં અધ્યાયમાં ગૃહપ્રવેશસંબંધી શુભ-અશુભફળોનું વર્ણન છે. સુડતાલીસમા અધ્યાયમાં રાજાઓની સૈન્યયાત્રા-સંબંધી શુભાશુભફળોનું વર્ણન છે. ચોપનમા અધ્યાયમાં સાર અને અસાર વસ્તુઓનો વિચાર છે. પંચાવનમા અધ્યાયમાં જમીનમાં દટાયેલી ધનરાશિની શોધ કરવા સંબંધી વિચાર છે. અઠ્ઠાવનમા અધ્યાયમાં જૈનધર્મમાં નિર્દિષ્ટ જીવ અને અજીવનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. સાઠમા અધ્યાયમાં પૂર્વભવ જાણવાની યુક્તિ બતાવવામાં આવી છે.' કરલાણ (કરલક્ષણ):
કરલમ્બણપ્રાકૃત ભાષામાં રચાયેલો સામુદ્રિક શાસ્ત્રવિષયક અજ્ઞાતકર્તૃક ગ્રંથ છે. આદ્ય પદ્યમાં ભગવાન મહાવીરને નમસ્કાર કરવામાં આવ્યો છે. આમાં ૬૧ ગાથાઓ છે. આ કૃતિનું બીજું નામ “સામુદ્રિકશાસ્ત્ર' છે.
આ ગ્રંથમાં હસ્તરેખાઓનું મહત્ત્વ બતાવતાં પુરુષોનાં લક્ષણો, પુરુષોનો જમણો અને સ્ત્રીઓનો ડાબો હાથ જોઈ ભવિષ્ય-કથન વગેરે વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. વિદ્યા, કુળ, ધન, રૂપ અને આયુ-સૂચક પાંચ રેખાઓ હોય છે. હસ્ત રેખાઓથી ભાઈ-બહેન, સંતાનોની સંખ્યાની પણ ખબર પડે છે. કેટલીક રેખાઓ ધન અને વ્રતસૂચક પણ હોય છે. ૬૦મી ગાથામાં વાચનાચાર્ય, ઉપાધ્યાય અને સૂરિપદ પ્રાપ્ત થવાનો
૧. આ ગ્રંથ મુનિ શ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત થઈ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસીથી
સન્ ૧૯૫૭માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org