SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂડામણિ ૨ ૧૩ અક્ષરચૂડામણિશાસ્ત્રઃ અક્ષરચૂડામણિશાસ્ત્ર' નામક ગ્રંથનું નિર્માણ કોણે કર્યું તે જ્ઞાત નથી, પરંતુ આ ગ્રંથ કોઈ જૈનાચાર્યનો રચેલો છે તે આ ગ્રંથના અંતરંગ-નિરીક્ષણથી સ્પષ્ટ થાય છે. આ શ્વેતાંબરાચાર્યકૃત છે કે દિગંબરાચાર્યકૃત તે કહી શકાતું નથી. આ ગ્રંથમાં ૩૦ પત્રો છે. ભાષા સંસ્કૃત છે અને ક્યાંક-ક્યાંક પ્રાકૃત પદ્યો પણ આપવામાં આવ્યા છે. ગ્રંથ આખો પઘમાં હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક કર્તાએ ગદ્યમાં પણ લખ્યું છે. ગ્રંથનો પ્રારંભ આ મુજબ છે : नमामि पूर्णचिद्रूपं नित्योदितमनावृतम् । सर्वाकारा च भाषिण्याः सक्तालिङ्गितमीश्वरम् ॥ ज्ञानदीपकमालायाः वृत्तिं कृत्वा सदक्षरैः । स्वरस्नेहेन संयोज्यं ज्वालये दुत्तराधरैः ॥ આમાં દ્વારગાથા આ મુજબ છે : अथातः संप्रवक्ष्यामि उत्तराधरमुत्तमम् । येन विज्ञातमात्रेण त्रैलोक्यं दृश्यते स्फुटम् ॥ આ ગ્રંથમાં ઉત્તરાધરપ્રકરણ, લાભાલાભપ્રકરણ, સુખ-દુઃખ પ્રકરણ, જીવિતમરણપ્રકરણ, જયચક્ર, જયાજયપ્રકરણ, દિનસંખ્યાપ્રકરણ, દિનવક્તવ્યતાપ્રકરણ, ચિત્તાપ્રકરણ (મનુષ્યયોનિપ્રકરણ, ચતુષ્પદયોનિપ્રકરણ, જીવયોનિપ્રકરણ, ધાખ્યધાતુપ્રકરણ, ધાતુયોનિપ્રકરણ), નામબન્ધપ્રકરણ, અકડમવિવરણ, સ્થાપના, સર્વતોભદ્રચક્રવિવરણ, કચટાદિવર્ણાક્ષરલક્ષણ, અહિવલયે દ્રવ્યશલ્યાધિકાર, ઇદાચક્ર, પન્ચચક્રવ્યાખ્યા, વર્ગચક્ર, અર્ધકાંડ, જલયોગ, નવોત્તર, જીવ-ધાતુ-મૂલાક્ષર, આલિંગિતાદિક્રમણ વગેરે વિષયોનું વિવેચન છે. ગ્રંથ પ્રકાશિત થયો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy