________________
બારમું પ્રકરણ
સ્વમ
સુવિણદાર (સ્વપ્રદ્વાર) :
પ્રાકૃત ભાષાની ૬ પત્રોની ‘સુવિણદાર’ નામની કૃતિ પાટણના જૈન ભંડારમાં છે. તેમાં કર્તાનું નામ નથી પરંતુ અંતે ‘પંવનમોધામંતસરળાઓ' એવો ઉલ્લેખ હોવાથી તે જૈનાચાર્યની કૃતિ હોવાનો નિર્ણય થાય છે. આમાં સ્વપ્રોના શુભાશુભ ફળોનો વિચાર કરવામાં આવ્યો છે.
સ્વપ્રશાસ્ત્ર:
‘સ્વપ્રશાસ્ત્ર’ના કર્તા જૈન ગૃહસ્થ વિદ્વાન મંત્રી દુર્લભરાજના પુત્ર હતા. દુર્લભરાજ અને તેમનો પુત્ર બંને ગુર્જરેશ્વર કુમારપાળના મંત્રી હતા.'
આ ગ્રંથ બે અધ્યાયોમાં વિભક્ત છે. પ્રથમ અધિકારમાં ૧૫૨ શ્લોક શુભ સ્વપ્રોના વિષયમાં છે અને બીજા અધિકારમાં ૧૫૯ શ્લોક અશુભ સ્વપ્રો વિશે છે. કુલ મળીને ૩૧૧ શ્લોકોમાં સ્વવિષયક ચર્ચા કરવામાં આવી છે.
સુમિણસત્તરિયા (સ્વપ્રસન્નતિકા) :
કોઈ અજ્ઞાત વિદ્વાને ‘સુમિણસત્તરિયા’ નામક કૃતિ પ્રાકૃત ભાષામાં ૭૦ ગાથાઓમાં રચી છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
સુમિણસત્તરિયા-વૃત્તિ :
‘સુમિણસત્તરિયા’ પર ખરતરગચ્છીય સર્વદેવસૂરિએ વિ.સં.૧૨૮૭માં જેસલમેરમાં વૃત્તિની રચના કરી છે અને તેમાં સ્વગ્ન-વિષયક વિશદ વિવેચન કર્યું છે. આ ટીકા-ગ્રંથ પણ અપ્રકાશિત છે.
સુમિણવિયાર (સ્વપ્નવિચાર) :
‘સુમિણવિયાર’ નામક ગ્રંથ જિનપાલગણિએ પ્રાકૃતમાં ૮૭૫ ગાથાઓમાં રચ્યો છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
Jain Education International
१. श्रीमान् दुर्लभराजस्तदपत्यं बुद्धिधामसुकविरभूत् ।
यं कुमारपालो महत्तमं क्षितिपतिः कृतवान् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org