SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્ત ૨૦૫ તરફ જાય છે, તે જોઈભવિષ્યમાં થનારી શુભાશુભ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું પ્રણખલાભાદિ : પ્રણખલાભાદિ નામક પ્રાકૃત ભાષામાં રચવામાં આવેલી પપત્રોની પ્રત પાટણના જૈન ભંડારમાં છે. મંગલાચરણમાં સિદ્ધ, નળ' વગેરે શબ્દોનો પ્રયોગ હોવાથી આ કૃતિ જૈનાચાર્યરચિત હોવાનો નિર્ણય થાય છે. આમાં ગતવસ્તુલાભ, બંધ-મુક્તિ અને રોગવિષયક ચર્ચા છે. જીવન અને મરણસંબંધી વિચાર પણ કરવામાં આવ્યો છે. નાડીવિયાર (નાડીવિચાર)ઃ કોઈ અજ્ઞાત વિદ્વાન દ્વારા પ્રાકૃતમાં રચવામાં આવેલી નાડીવિચાર' નામક કૃતિ પાટણના જૈન ભંડારમાં છે. આમાં કોઈ કાર્યમાં ડાબી કે જમણી નાડી શુભ કે અશુભ છે, તેનો વિચાર કરવામાં આવ્યો છે. મેઘમાલા : અજ્ઞાત ગ્રંથકાર દ્વારા પ્રાકૃત ભાષામાં રચાયેલી ૩૨ ગાથાઓની “મેઘમાલા' નામની કૃતિ પાટણના જૈન-ભંડારમાં છે. તેમાં નક્ષત્રોના આધારે વર્ષાના ચિહ્નો અને તેના આધારે શુભ-અશુભ ફળોની ચર્ચા છે. છકવિચારઃ છીંકવિચાર' નામક કૃતિ પ્રાકૃત ભાષામાં છે. લેખકનું નામ નિર્દિષ્ટ નથી. તેમાં છીંકના શુભ-અશુભ ફળો વિશે વર્ણન છે. તેની પ્રત પાટણના ભંડારમાં છે. પ્રિયંકરનૃપકથા (પૃ.૬-૭)માં કોઈ પ્રાકૃત ગ્રંથનું અવતરણ આપતાં પ્રત્યેક દિશા અને વિદિશામાં છીંકનું ફળ બતાવવામાં આવ્યું છે. સિદ્ધપાહુડ (સિદ્ધપ્રાભૃત)ઃ જે ગ્રંથમાં અંજન, પારલેપ, ગુટિકા વગેરેનું વર્ણન હતું તે “સિદ્ધપાહુડ' ગ્રંથ આજે અપ્રાપ્ય છે. પાદલિપ્તસૂરિ અને નાગાર્જુન પારલેપ કરી આકાશમાર્ગે વિચરણ કરતા હતા. આર્ય સુસ્થિતસૂરિના બે ક્ષુલ્લક શિષ્ય આંખોમાં અંજન લગાવી અદશ્ય થઈ દુષ્કાળમાં ચંદ્રગુપ્ત રાજા સાથે બેસી ભોજન કરતા હતા. “સમરાઇઍકહા' (ભવ ૬, પત્ર પર૧)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy