SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ લાક્ષણિક સાહિત્ય ચંડરુદ્રનું કથાનક આવે છે. તે “પરદિઢિમોહિણી' નામક ચોરગુટિકાને પાણીમાં ઘસી આંખોમાં આંજતો હતો, જેનાથી અદશ્ય લક્ષ્મી પ્રગટ થઈ જતી હતી. આર્યસમિતસૂરિએ યોગચૂર્ણથી નદીનો પ્રવાહ રોકી બ્રહ્મદ્વિીપના પાંચસો તાપસોને પ્રતિબોધ આપ્યો હતો. આવા જે અંજન, પારલેપ અને ગુટિકાનાં દૃષ્ટાંત મળે છે તે સિદ્ધપાહુડ’માં નિર્દિષ્ટ વાતોનો પ્રભાવ હતો. પ્રશ્નપ્રકાશ : પ્રભાવકચરિત' (મૂંગ ૫, શ્લો. ૩૪૭)ના કથનાનુસાર “પ્રશ્નપ્રકાશ' નામક ગ્રંથના કર્તા પાદલિપ્તસૂરિ હતા. આગમોની ચૂર્ણિઓને જોવાથી જણાય છે કે પાદલિપ્તસૂરિએ “કાલજ્ઞાન” નામક ગ્રંથની રચના કરી હતી. આચાર્ય પાદલિપ્તસૂરિએ “હનુમત્તેજથી શરૂ થનાર ‘વીરથય”ની રચના કરી છે અને તેમાં સુવર્ણસિદ્ધિ તથા વ્યોમસિદ્ધિ (આકાશગામિની વિદ્યા)નું વિવરણ ગુપ્ત રીતે આપ્યું છે. આ સ્તવ પ્રકાશિત છે. પાદલિપ્તસૂરિ સંગમસિંહના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા. સ્કંદિલાચાર્યના તેઓ ગુરુ હતા. કલ્પચૂર્ણિમાં તેમને વાચક બતાવવામાં આવ્યા છે. હરિભદ્રસૂરિએ “આવસ્મયણિજુત્તિ' (ગા. ૯૪૪)ની ટીકામાં વૈયિકી બુદ્ધિનું ઉદાહરણ આપતાં પાદલિપ્તસૂરિનો ઉલ્લેખ કર્યો છે. વચ્ચકેવલી (વર્ગકેવલી): વારાણસી-નિવાસી વાસુકિ નામક એક જૈન શ્રાવક “વષ્ણકેવલી' નામક ગ્રંથ લઈ યાકિનીધર્મસૂનુ આચાર્ય હરિભદ્રસૂરિની પાસે આવ્યો હતો. ગ્રંથ લઈ આચાર્યશ્રીએ તેની પર ટીકા લખી હતી. પછીથી આવા રહસ્યમય ગ્રંથનો દુરુપયોગ થવાની સંભાવનાથી આચાર્યશ્રીએ તે ટીકા-ગ્રંથ નષ્ટ કરી દીધો, એવો ઉલ્લેખ “કહાવલી'માં છે. નરપતિજયચર્યા? નરપતિજયચર્યાના કર્તા ધારાનિવાસી આપ્રદેવના પુત્ર જૈન ગૃહસ્થ નરપતિ છે. તેમણે વિ.સં. ૧૨૩૨માં જ્યારે અણહિલ્લપુરમાં અજયપાલનું શાસન હતું ત્યારે આ કૃતિ આશાપલ્લીમાં રચી હતી. કર્તાએ આ ગ્રંથમાં માતૃકા વગેરે સ્વરોના આધાર પર શુકન જોવાની અને મુખ્યત્વે માંત્રિક યંત્રો દ્વારા યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે શુકન જોવાની વિધિઓનું વર્ણન કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy