________________
૨૦૪
લાક્ષણિક સાહિત્ય
સિદ્ધાદેશઃ
સિદ્ધાદેશ' નામક કૃતિ સંસ્કૃત ભાષામાં ૬ પત્રોમાં છે. આની પ્રત પાટણના ભંડારમાં છે. આના કર્તાનું નામ જ્ઞાત નથી. આમાં વૃષ્ટિ, વાયુ અને વીજળીના શુભાશુભ વિષયોનો વિચાર કરવામાં આવ્યો છે. ઉવસુઇદાર (ઉપગ્રુતિદ્વાર)
ઉવસુઇદાર' નામકશ્યપત્રોની પ્રાકૃત ભાષાની કૃતિ પાટણના જૈન ગ્રંથ-ભંડારમાં છે. કર્તાનું નામનિર્દિષ્ટ નથી. આમાં સાંભળવામાં આવેલા શબ્દોના આધારે શુભાશુભ ફળોનો નિર્ણય કરવામાં આવ્યો છે. છાયાદાર (છાયાધાર) :
કોઈ અજ્ઞાતનામ વિદ્વાન દ્વારા પ્રાકૃત ભાષામાં રચવામાં આવેલી “છાયાદાર' નામક ૨ પત્રોની ૧૨૩ ગાથાત્મક કૃતિ હજી સુધી પ્રકાશિત નથી થઈ. પ્રત પાટણના જૈન ભંડારમાં છે. આમાં છાયાના આધારે શુભ-અશુભ ફળોનો વિચાર કરવામાં આવ્યો
છે.
નાડીદાર (નાડીદાર):
. કોઈ અજ્ઞાતનામ વિદ્વાન દ્વારા રચવામાં આવેલી નાડીદાર' નામક પ્રાકૃત ભાષાની ૪ પત્રોની કૃતિ પાટણના જૈન ભંડારમાં વિદ્યમાન છે. આમાં ઈડા, પિંગળા અને સુષુમ્મા નામની નાડીઓ વિશે વિચાર કરવામાં આવ્યો છે. નિમિત્તદાર (નિમિત્તદ્વાર):
નિમિત્તદાર' નામક પ્રાકૃત ભાષાની ૪ પત્રોની કૃતિ કોઈ અજ્ઞાતનામ વિદ્વાને રચી છે. પ્રત પાટણના ગ્રંથભંડારમાં છે. આમાં નિમિત્તવિષયક વિવરણ છે. રિટ્ટદાર (રિષ્ટદ્વાર):
“રિzદાર' નામક પ્રાકૃત ભાષાની ૭ પત્રોની કૃતિ કોઈ અજ્ઞાત વિદ્વાન દ્વારા રચવામાં આવી છે. પ્રત પાટણના ભંડારમાં છે. આમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનો – જીવન-મરણના ફળાદેશનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પિપીલિયાનાણ (પિપીલિકાજ્ઞાન):
કોઈ જૈનાચાર્ય દ્વારા રચવામાં આવેલી “પિપીલિયાનાણ” નામની પ્રાકૃતભાષાની ૪ પત્રોની કૃતિ પાટણના જૈન ભંડારમાં છે. આમાં કયા રંગની કીડીઓ કયા સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org