________________
નિમિત્ત
૨૦૩ ચારગણી કરવી જોઈએ તથા તેનું જે યોગફળ આવે તેને સાત વડે ભાગવું જોઈએ. જો કંઈ શેષ રહે તો રોગી સારો થશે.' પહાવાગરણ (પ્રશ્નવ્યાકરણ):
પહાવાગરણ” નામક દસમા અંગ આગમથી ભિન્ન આ નામનો એક ગ્રંથ નિમિત્તવિષયક છે, જે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે. તેમાં ૪૫૦ ગાથાઓ છે. તેની તાડ-પત્રીય પ્રતિ પાટણના ગ્રંથભંડારમાં છે. તેના અંતે “લીલાવતી' નામક ટીકા પણ (પ્રાકૃતમાં) છે.
આ ગ્રંથમાં નિમિત્તના બધા અંગોનું નિરૂપણ નથી. માત્ર જાતકવિષયક પ્રશ્રવિદ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રશ્નકર્તાના પ્રશ્નના અક્ષરો ઉપરથી જ ફલાદેશ બતાવી દેવામાં આવે છે. આમાં સમસ્ત પદાર્થોને જીવ, ધાતુ અને મૂલ – આ ત્રણ ભેદોમાં વિભાજિત કરવામાં આવ્યા છે તથા પ્રશ્નો દ્વારા નિર્ણય કરવા માટે અવર્ગ, કવર્ગ વગેરે નામોથી પાંચ વર્ગોમાં નવ-નવ અક્ષરોના સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે. આનાથી આ વિદ્યા વર્ગકેવલીના નામથી ઓળખાય છે. ચૂડામણિશાસ્ત્રમાં પણ આ જ પદ્ધતિ
આ ગ્રંથ પર ત્રણ અન્ય ટીકાઓ હોવાનો ઉલ્લેખ મળે છે : ૧. ચૂડામણિ, ૨. દર્શનજયોતિ જે લીંબડી-ભંડારમાં છે અને ૩. એક ટીકા જેસલમેરભંડારમાં વિદ્યમાન
આ ગ્રંથ હજી સુધી પ્રકાશિત નથી થયો. સાણરુય (શ્વાનરુત)ઃ
સાણ' નામક ગ્રંથના કર્તાનું નામ અજ્ઞાત છે પરંતુ મંગલાચરણમાં “મિર્ઝન નિવેસરં મહાવીરે ઉલ્લેખ હોવાથી કોઈ જૈનાચાર્યની રચના હોવાનો નિશ્ચય થાય છે. આમાં બે પ્રકરણ છે : ગમનાગમન-પ્રકરણ (૨૦ ગાથાઓમાં) અને જીવિતમરણપ્રકરણ (૧૦ગાથાઓમાં). આ ગ્રંથમાં કૂતરાના ભિન્ન-ભિન્ન અવાજોના આધારે ગમન-આગમન, જીવન-મરણ વગેરે વાતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧. આ ગ્રંથ ડૉ. એ. એસ. ગોપાણી દ્વારા સંપાદિત થઈ સિંઘી જૈન ગ્રંથમાલા, મુંબઈથી સન્ - ૧૯૪૫માં પ્રકાશિત થયો છે. ૨. આની હસ્તલિખિત પ્રત પાટણના ભંડારમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org