________________
૨૦૨
લાક્ષણિક સાહિત્ય રિસમુચ્ચય (રિષ્ટસમુચ્ચય):
રિકસમુચ્ચય'ના કર્તા આચાર્ય દુર્ગદેવ દિગંબર સંપ્રદાયના વિદ્વાન હતા. તેમણે વિ.સં.૧૦૮૯ (ઈસ્વીસન ૧૦૩૨)માં કુમ્ભનગર (કુંભેરગઢ, ભરતપુર)માં જયારે લક્ષ્મીનિવાસ રાજાનું રાજ્ય હતું ત્યારે આ ગ્રંથ સમાપ્ત કર્યો હતો. દુર્ગદેવના ગુરુનું નામ સંજમદેવ હતું. તેમણે પ્રાચીન આચાર્યોની પરંપરાથી આગત “મરણકરંડિયાના આધારે “
રિસમુચ્ચય'માં રિષ્ટોનો એટલે કે મરણ-સૂચક અનિષ્ટ ચિહ્નોનો ઊહાપોહ કર્યો છે. તેમાં કુલ ૨૬૧ ગાથાઓ છે, જે મુખ્યત્વે શૌરસેની પ્રાકૃતમાં લખવામાં આવી
આ ગ્રંથમાં ૧. પિંડસ્થ, ૨. પદસ્થ અને ૩. રૂપસ્થ – આ ત્રણ પ્રકારના રિષ્ટ બતાવવામાં આવ્યા છે. જેમાં આંગળીઓ તૂટતી જણાય, નેત્રસ્તબ્ધ થઈ જાય, શરીર વિવર્ણ બની જાય, નેત્રોમાંથી સતત જળ વહ્યા કરે એવી ક્રિયાઓ પિંડસ્થરિષ્ટ માનવામાં આવે છે. જેમાં ચન્દ્ર અને સૂર્યનાં વિવિધ રૂપો દેખાય, દીપક-શિખાનાં અનેક રૂપો દેખાય, દિવસની રાત્રિ સમાન અને રાત્રિનો દિવસ સમાન આભાસ થાય એવી ક્રિયાઓને પદસ્થરિષ્ટ કહેવામાં આવી છે. જેમાં પોતાની ખુદની છાયા જોઈ ન શકાય એવી ક્રિયાને રૂપસ્વરિષ્ઠ માનવામાં આવી છે.
ત્યાર પછી સ્વપ્રવિષયક વર્ણન છે. સ્વમના એક દેવેન્દ્રકથિત અને બીજો સહજઆ બે પ્રકારો માનવામાં આવ્યા છે. દુર્ગદવે “મરકંડીનું પ્રમાણ આપતાં આ પ્રમાણે કહ્યું છે :
न हु सुणइ सतणुसइं दीवयगंधं च णेव गिण्हेइ ।
जो जियइ सत्तदियहे इय कहिअंमरणकंडीए॥१३९ ॥ અર્થાત્ જે પોતાના શરીરનો શબ્દ નથી સાંભળતો અને જેને દીપકની ગંધ નથી આવતી તે સાત દિવસ સુધી જીવે છે, એવું “મરણકંડી'માં કહેવામાં આવ્યું છે.
પ્રશ્નારિષ્ટના ૧. અંગુલી–પ્રશ્ન, ૨. અલક્તક-પ્રશ્ન, ૩. ગોરોચના-પ્રશ્ન, ૪. પ્રશ્નાક્ષર-પ્રશ્ન, ૫. શકુનપ્રશ્ન, ૬. અક્ષર-પ્રશ્ન, ૭. હોરા-પ્રશ્ન અને ૮. જ્ઞાનપ્રશ્ન – આ આઠ ભેદ બતાવીને તેમનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશ્નારિષ્ટનો અર્થ બતાવતાં આચાર્યે કહ્યું છે કે મંત્રોચ્ચારણ પછી પ્રશ્ન કરનાર પાસે પ્રશ્ન કરાવવો જોઈએ, પ્રશ્નના અક્ષરોને બમણા કરવા જોઈએ અને માત્રાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org