________________
જ્યોતિષ
૧૯૧
આ ગ્રંથ સાત પ્રકરણોમાં વિભક્ત છેઃ ૧. તિથિદ્વાર, ૨. વાર, ૩. તિથિઘટિકા, ૪. નક્ષત્રસાધન, ૫. નક્ષત્રઘટિકા, ૬. આ પ્રકરણનો પત્રાંક ૪૪ નષ્ટ હોવાથી સ્પષ્ટ નથી, ૭, આ પ્રકરણના અંતે “તિ ચતુર્દશ, પંડ્યા , સવા, ઋ પૈfમ સંપૂર્થ જ્યોતિપ્રશ:' એવો ઉલ્લેખ છે.
સાત પ્રકરણ પૂર્ણ થયા પછી ગ્રંથની સમાપ્તિનું સૂચન છે, પરંતુ પ્રશસ્તિના કેટલાંક પદ્ય અપૂર્ણ રહી જાય છે.
ગ્રંથમાં “ચન્દ્રપ્રજ્ઞપ્તિ, “જ્યોતિષ્કરણ્ડકની મલયગિરિ-ટીકા વગેરેના ઉલ્લેખની સાથે એક જગ્યાએ વિનયવિજયના “લોકપ્રકાશ'નો પણ ઉલ્લેખ છે. આથી આની રચના વિ.સં.૧૭૩૦ પછીની સિદ્ધ થાય છે. ૧
જ્ઞાનભૂષણનો ઉલ્લેખ પ્રત્યેક પ્રકાશના અંતે મળે છે અને અકબરનો પણ ઉલ્લેખ કેટલીય વાર થયો છે. ખેટચૂલા :
આચાર્ય જ્ઞાનભૂષણે “ખેટચૂલા' નામક ગ્રંથની રચના કરી, એવો ઉલ્લેખ તેમના સ્વરચિત ગ્રંથ જયોતિપ્રકાશમાં છે. ષષ્ટિસંવત્સરફલઃ
| દિગંબરાચાર્ય દુર્ણદેવરચિત “ષષ્ટિસંવત્સરફલ' નામક સંસ્કૃત ગ્રંથની ૬ પત્રોની પ્રતમાં સંવત્સરોનાં ફળનો નિર્દેશ છે. લઘુજાતક-ટીકા?
પચ્ચસિદ્ધાત્તિકા' ગ્રંથની શક સં. ૪ર૭ (વિ.સં.પ૬૨)માં રચના કરનાર વરાહમિહિરે “લઘુજાતક'ની રચના કરી છે. આ હોરાશાખાના ‘બૃહજ્જાતક'નું સંક્ષિપ્ત રૂપ છે. ગ્રંથમાં લખ્યું છે:
होराशास्त्रं वृत्तैर्मया निबद्धं निरीक्ष्य शास्त्राणि । यत्तस्याप्यार्याभिः सारमहं संप्रवक्ष्यामि ॥
*
-----
-
--
-
૧. દ્વિતીય પ્રકાશમાં વિ.સં.૧૭૨૫, ૧૭૩૦, ૧૭૩૫, ૧૭૪૦, ૧૭૪૫, ૧૭પ૦,
૧૭૫૫ના પણ ઉલ્લેખો છે. તે અનુસાર વિ.સં.૧૭૫૫ પછી આની રચના સંભવે છે. ૨. આની પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org