________________
૧૯૦
દીક્ષા-પ્રતિષ્ઠાશુદ્ધિ :
ઉપાધ્યાય સમયસુન્દરે ‘દીક્ષા-પ્રતિષ્ઠાશુદ્ધિ’ નામક જ્યોતિષવિષયક ગ્રંથની વિ.સં. ૧૬૮૫માં રચના કરી છે.
આ ગ્રંથ ૧૨ અધ્યાયોમાં વિભાજિત છે ઃ ૧. ગ્રહગોચરશુદ્ધિ, ૨. વર્ષશુદ્ધિ, ૩. અયનશુદ્ધિ, ૪. માસશુદ્ધિ, ૫. પક્ષશુદ્ધિ, ૬. દિનશુદ્ધિ, ૭. વારશુદ્ધિ, ૮. નક્ષત્રશુદ્ધિ, ૯. યોગશુદ્ધિ, ૧૦. કરણશુદ્ધિ, ૧૧. લગ્નશુદ્ધિ અને ૧૨. ગ્રહશુદ્ધિ. કર્તાએ પ્રશસ્તિમાં કહ્યું છે કે વિ.સં.૧૬૮૫માં લૂણક૨ણસરમાં પ્રશિષ્ય વાચક જયકીર્તિ, જે જ્યોતિષ-શાસ્ત્રમાં વિચક્ષણ હતા, તેની સહાયતાથી આ ગ્રંથની રચના કરી. પ્રશસ્તિ આ મુજબ છે ઃ
.
दीक्षा - प्रतिष्ठाया या शुद्धिः सा निगदिता हिताय नृणाम् । શ્રીભૂળવરળક્ષરતિ સ્મશ-વસુ-ષડુડુપતિ ( ૧૬૮૧) વર્ષે ॥ ૧ ॥ ज्योतिष्शास्त्रविचक्षणवाचकजयकीर्तिसहायैः ।
समयसुन्दरोपाध्यायसंदर्भितो ग्रन्थः ॥ २ ॥
લાક્ષણિક સાહિત્ય
વિવાહરત્ન ઃ
ખતરગચ્છીય આચાર્ય જિનોદયસૂરિએ ‘વિવાહરત્ન’ નામક ગ્રન્થની રચના કરી છે.
આ ગ્રંથમાં ૧૫૦ શ્લોક છે, ૧૩ પત્રોની પ્રત જેસલમેરમાં વિ.સં.૧૮૩૩માં લખવામાં આવી છે.
જ્યોતિપ્રકાશ :
આચાર્ય જ્ઞાનભૂષણે ‘જ્યોતિપ્રકાશ’ નામક ગ્રન્થની રચના વિ.સં.૧૭૫૫ પછી ક્યારેક કરી છે.
૧. આની એકમાત્ર પ્રત બીકાનેરના ખરતરગચ્છના આચાર્યશાખાના ઉપાશ્રયસ્થિત જ્ઞાનભંડારમાં છે.
૨. આની હસ્તલિખિત પ્રત મોતીચન્દ ખજાનચીના સંગ્રહમાં છે.
૩. આની હસ્તલિખિત પ્રત દિલ્હીના ધર્મપુરાના મંદિરમાં સંગૃહીત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org