________________
જ્યોતિષ
આ ગ્રંથ છપાયો નથી.
હાયનસુન્દર :
આચાર્ય પદ્મસુન્દરસૂરિએ ‘હાયનસુન્દર’ નામક જ્યોતિષવિષયક ગ્રંથ ની રચના કરી છે.
વિવાહપટલ :
‘વિવાહપટલ’ નામના એકથી વધુ ગ્રંથો છે. અજૈન કૃતિઓમાં શાઙૂર્ગંધરે શક સં. ૧૪૦૦ (વિ.સં.૧૫૩૫)માં અને પીતાંબરે શક સં. ૧૪૪૪ (વિ.સં.૧૫૭૯)માં તેમની રચના કરી છે. જૈન કૃતિઓમાં ‘વિવાહપટલ’ના કર્તા અભયકુશલ કે ઉભયકુશલનો ઉલ્લેખ મળે છે. આની જે હસ્તલિખિત પ્રત મળે છે તેમાં ૧૩૦ પદ્યો છે, વચ્ચે-વચ્ચે પ્રાકૃત ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી છે. આમાં નિમ્નોક્ત વિષયોની ચર્ચા છે ઃ
योनि - नाडीगणश्चैव स्वामिमित्रैस्तथैव च । जुञ्जा प्रीतिश्च वर्णश्च लीहा सप्तविधा स्मृता ॥
કરણરાજ ઃ
નક્ષત્ર, નાડીવેયન્ત્ર, રાશિસ્વામી, ગ્રહશુદ્ધિ, વિવાહનક્ષત્ર, ચન્દ્ર-સૂર્યસ્પષ્ટીકરણ, એકાર્ગલ, ગોધૂલિકાફલ વગેરે વિષયોનું વિવેચન છે.
આ ગ્રંથ પ્રકાશિત થયો નથી.
૧૮૯
રુદ્રપલ્લીગચ્છીય જિનસુન્દરસૂરિના શિષ્ય મુનિસુન્દરે વિ.સં. ૧૯૫૫માં ‘કરણરાજ’ નામક ગ્રંથ ની રચના કરી છે.
-
-
આ ગ્રંથ દસ અધ્યાયો – જેમને કર્તાએ ‘વ્યય’ નામથી ઉલ્લિખિત કર્યા છે – માં વિભાજિત છે ૧. ગ્રહમધ્યમસાધન, ૨. ગ્રહસ્પષ્ટીકરણ, ૩. પ્રશ્નસાધક, ૪. ચન્દ્રગ્રહણ-સાધન, ૫. સૂર્યસાધક, ૬. ત્રુટિત હોવાથી વિષય જ્ઞાત નથી થતો, ૭. ઉદયાસ્ત, ૮. ગ્રહયુદ્ધનક્ષત્રસમાગમ, ૯. પાતાવ્યય, ૧૦. નિમિશક (?). અંતમાં પ્રશસ્તિ છે.
૧. આની ૪૧ પત્રોની પ્રત અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે.
૨. આની પ્રત બીકાનેરસ્થિત અનૂપ સંસ્કૃત લાયબ્રેરીના સંગ્રહમાં છે.
૩. આની ૭ પત્રોની અપૂર્ણ પ્રત અનૂપ સંસ્કૃત લાયબ્રેરી, બીકાનેરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org