________________
૧૮૮
લાક્ષણિક સાહિત્ય લાલચન્દ્રીપદ્ધતિઃ
મુનિ કલ્યાણનિધાનના શિષ્ય લબ્ધિચન્દ્ર “લાલચન્દ્રીપદ્ધતિ' નામક ગ્રંથ વિ.સં.૧૭૫૧માં રચ્યો છે.
આ ગ્રંથમાં જાતકના અનેક વિષયો છે. કેટલીય સારણીઓ આપી છે. અનેક ગ્રંથોનાં ઉદ્ધરણો અને પ્રમાણોથી આ ગ્રંથ પરિપૂર્ણ છે. ટિપ્પનકવિધિ :
મતિવિશાલ ગણિએ “ટિપ્પનકવિધિ' નામક ગ્રંથ પ્રાકૃતમાં લખ્યો છે. આનો રચના-સમય જ્ઞાત નથી.
આ ગ્રંથમાં પંચાંગતિથિકર્ષણ, સંક્રાંતિકર્ષણ, નવગ્રહકર્ષણ, વક્રાતીચાર, સરલગતિકર્ષણ, પંચગ્રહાસ્યમિતોદિતકથન, ભદ્રાકર્ષણ, અધિકમાસકર્ષણ, તિથિનક્ષત્ર-યોગવર્ધન-ઘટનકર્ષણ, દિનમાનકર્ષણ વગેરે ૧૩ વિષયોનું વિશદ વર્ણન છે. હોરામકરન્દઃ - આચાર્ય ગુણાકરસૂરિએ “હોરામકરન્દ' નામક ગ્રંથની રચના કરી છે. રચનાસમય જ્ઞાત નથી પરંતુ ૧૫મી સદી હશે એવું અનુમાન છે. હોરા અર્થાતુ રાશિનો દ્વિતીયાંશ.
આ ગ્રંથમાં ૩૧ અધ્યાય છે : ૧. રાશિપ્રભેદ, ૨. ગ્રહસ્વરૂપબલનિરૂપણ, ૩. વિયોનિજન્મ, ૪. નિષેક, ૫. જન્મવિધિ, ૬. રિષ્ટ, ૭. રિષ્ટભંગ, ૮. સર્વગ્રહારિષ્ટભંગ, ૯. આયુર્દા, ૧૦. દશમ-અધ્યાય (૨), ૧૧. અન્તર્દશા, ૧૨. અષ્ટકવર્ગ, ૧૩. કર્માજીવ, ૧૪. રાજયોગ, ૧૫. નાભસયોગ, ૧૬. વોલિવેમ્યુભયચરી-યોગ, ૧૭. ચન્દ્રયોગ, ૧૮. ગ્રહપ્રવ્રયાયોગ, ૧૯. દેવનક્ષત્રફલ, ૨૦. ચન્દ્રરાશિફલ, ૨૧. સૂર્યાદિરાશિફલ, ૨૨. રશ્મિચિન્તા, ૨૩. દટ્યાદિસલ, ૨૪. ભાવફલ, ૨૫. આશ્રયાધ્યાય, ૨૬. કારક, ૨૭. અનિષ્ટ, ૨૮.
સ્ત્રી જાતક, ૨૯. નિર્માણ, ૩૦. દ્રષ્કાણસ્વરૂપ. ૩૧. પ્રશ્નાતક.
૧. આની ૧૪૮ પત્રોની ૧૮મી સદીમાં લખવામાં આવેલી પ્રત અમદાવાદમાં લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૨. આની ૧ પત્રની વિ.સં.૧૬૯૪માં લખવામાં આવેલી પ્રત અમદાવાદના લા. દ.
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org