________________
લાક્ષણિક સાહિત્ય
આના ૫૨ ખરતરગચ્છીય મુનિ ભક્તિલાભે વિ.સં. ૧૫૭૧માં વિક્રમપુરમાં ટીકાની રચના કરી છે તથા મતિસાગર મુનિએ વિ.સં.૧૬૦૨માં ભાષામાં વનિકા અને ઉપકેશગચ્છીય ખુશાલસુન્દર મુનિએ વિ.સં.૧૮૩૯માં સ્તબક લખ્યો છે. મુનિ મતિસાગરે આ ગ્રંથ પર વિ.સં.૧૯૦૫માં વાર્તિક રચ્યું છે. લઘુશ્યામસુંદરે પણ ‘લઘુજાતક’ પર ટીકા લખી છે.
જાતકપદ્ધતિ-ટીકા :
શ્રીપતિએ ‘જાતકપદ્ધતિ'ની રચના લગભગ વિ.સં.૧૧૦૦માં કરી છે. આના ૫૨ અંચલગચ્છીય હર્ષરત્નના શિષ્ય મુનિ સુમતિહર્ષે વિ.સં.૧૬૭૩માં પદ્માવતીપત્તનમાં ‘દીપિકા’ નામક ટીકાની રચના કરી છે. આચાર્ય જિનેશ્વરસૂરિએ પણ આ ગ્રંથ પર ટીકા લખી છે.
૧૯૨
સુમતિહર્ષે ‘બૃહત્પર્વમાલા' નામક જ્યોતિષ-ગ્રંથની પણ રચના કરી છે. તેમણે તાજિકસાર, કરણકુતૂહલ અને હોરામકરન્દ નામક ગ્રંથો ૫૨ પણ ટીકાઓ રચી છે. તાજિકસાર-ટીકા :
‘તાજિક’ શબ્દની વ્યાખ્યા કરતાં કોઈ વિદ્વાને આ મુજબ બતાવ્યું છે : यवनाचार्येण पारसीकभाषया ज्योतिष्शास्त्रैकदेशरू पं वार्षिकादिनानाविधफलादेशफलकशास्त्रं ताजिकशब्दवाच्यम् ।
આનો અભિપ્રાય એવો છે કે જે સમયે મનુષ્યના જન્મકાલીન સૂર્યની જેવો સૂર્ય હોય છે અર્થાત્ જ્યારે તેના આયુષ્યનું કોઈ પણ સૌર વર્ષ સમાપ્ત થઈને બીજું સૌર વર્ષ બેસે છે તે સમયના લગ્ન અને ગ્રહ–સ્થિતિ દ્વારા મનુષ્યને તે વર્ષમાં થનાર સુખદુઃખનો નિર્ણય જે પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તેને ‘તાજિક’ કહે છે.
ઉપર્યુક્ત વ્યાખ્યાથી એમ પણ ચોક્કસપણે જાણી શકાય છે કે આ તાજિકશાખા મુસલમાનો પાસેથી આવી છે. શક-સં. ૧૨૦૦ પછી આ દેશમાં મુસલમાની રાજ્ય હોવાથી આપણે ત્યાં તાજિક-શાખાનું પ્રચલન થયું. આનો અર્થ માત્ર એટલો જ છે કે વર્ષ-પ્રવેશકાલીન લગ્ન દ્વારા ફલાદેશ કહેવાની કલ્પના અને કેટલાક પારિભાષિક શબ્દો યવનો પાસેથી લેવામાં આવ્યા. જન્મકુંડળી અને તેના ફળના નિયમો તાજિકમાં પ્રાયઃ જાતકસદેશ છે અને તે આપણા જ છે એટલે કે આ ભારત દેશના જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org