SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષ ત્રંબાવતી (ખંભાત)માં આ ગ્રંથની રચના કરી હતી. ‘જ્વરપરાજય’ નામના વૈદ્યક-ગ્રંથની રચના તેમણે વિ.સં. ૧૬૬૨માં કરી છે. તેની આસપાસ જ આ કૃતિની રચના પણ કરી હશે. આ ગ્રંથ અપ્રકાશિત છે. જાતકદીપિકાપદ્ધતિ : કર્તાએ આ ગ્રંથની રચના કેટલાક પ્રાચીન ગ્રંથકારોની કૃતિઓના આધારે કરી છે. તેમાં વારસ્પષ્ટીકરણ, ધ્રુવાદિનયન, ભૌમાદીશવીધ્રુવકરણ, લગ્નસ્પષ્ટીકરણ, હોરાકરણ, નવમાંશ, દશમાંશ, અન્તર્દશા, ફલદશા આદિ વિષયો પદ્યમાં છે. કુલ ૯૪ શ્લોકો છે. આ ગ્રંથના કર્તાનું નામ અને રચના-સમય અજ્ઞાત છે. જન્મપ્રદીપશાસ્ત્ર ઃ ‘જન્મપ્રદીપશાસ્ત્ર’ના કર્તા કોણ છે અને ગ્રંથ ક્યારે રચાયો હશે તે અજ્ઞાત છે. તેમાં કુન્ડલીના ૧૨ ભવનોના લગ્નેશ બાબતે ચર્ચા કરવામાં આવી છે. ગ્રંથ પદ્યમાં છે. કેવલજ્ઞાનહોરા ઃ દિગમ્બર જૈનાચાર્ય ચંદ્રસેને ૩-૪ હજાર શ્લોક-પ્રમાણ ‘કૈવલજ્ઞાનહોરા' નામના ગ્રંથની રચના કરી છે. આચાર્યે ગ્રંથના આંરભમાં જ કહ્યું છે— ૧. શ્રીમદ્ગુર્જરવેશભૂષળમળિચંદ્રાવતીનામળે, श्रीपूर्ण नगरे बभूव सुगुरुः श्रीभावरत्नाभिधः । तच्छिष्यो जयरत्न इत्यभिधया यः पूर्णिमागच्छवाँस्तेनेयं क्रियते जनोपकृतये श्रीज्ञानरत्नावली ॥ इति प्रश्नोत्तरी दोषरत्नावली सम्पूर्णा પિટર્સન : અલવર મહારાજા લાયબ્રેરી કેટલૉગ. ૧૮૧ ૨. અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં વિ. સં. ૧૮૪૭માં લખવામાં આવેલ આની ૧૨ પત્રોની પ્રતિ છે. 3. पुराविदैर्यदुक्तानि पद्यान्यादाय शोभनम् । संमील्य सोमयोग्यानि लेखयि (खि) ष्यामि शिशोः मुदे ॥ Jain Education International ૪. આની ૫ પત્રોની હસ્તલિખિત પ્રતિ અમદાવાદમાં લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy