________________
લાક્ષણિક સાહિત્ય
ગ્રંથમાં રચના-સમયનો ઉલ્લેખ નથી, પરંતુ આચાર્ય વિજયરત્નસૂરિના શાસનકાળમાં તેની રચના થઈ હોવાથી વિ.સં. ૧૭૩૨ પૂર્વે તો આ નહીં લખાયો હોય. તેમાં અનેક ગ્રંથો અને ગ્રંથકારોનો ઉલ્લેખ તથા અવતરણો આપવામાં આવ્યા છે. ક્યાંક ક્યાંક ગુજરાતી પદ્ય પણ છે.
ઉસ્તરલાવયંત્ર :
૧૮૦
મુનિ મેધરત્ને ‘ઉસ્તરલાવયંત્ર'ની રચના વિ.સં. ૧૫૫૦ આસપાસમાં કરી છે. તેઓ વડગચ્છીય વિનયસુંદરમુનિના શિષ્ય હતા.
આ કૃતિ ૩૮ શ્લોકોની છે. અક્ષાંશ અને રેખાંશનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ યંત્રનો ઉપયોગ થાય છે તથા નતાંશ અને ઉન્નતાંશનો વેધ કરવામાં તેની સહાય લેવામાં આવે છે. તેનાથી કાળનું પરિજ્ઞાન પણ થાય છે. આ કૃતિ ખગોળશાસ્ત્રીઓ માટે ઉપયોગી વિશિષ્ટ યંત્ર પર પ્રકાશ પાડે છે.ર
ઉસ્તરલાવયંત્ર-ટીકા :
આ લઘુ કૃતિ ૫૨ સંસ્કૃતમાં ટીકા છે, કદાચ મુનિ મેઘરત્ને જ સ્વોપજ્ઞ ટીકા લખી હોય.
દોષરત્નાવલી :
જયરત્નગણિએ જ્યોતિષવિષયક પ્રશ્નલગ્ન પર ‘દોષરત્નાવલી' નામક ગ્રંથની રચના કરી છે. જયરત્નગણિ પૂર્ણિમાપક્ષના આચાર્ય ભાવરત્નના શિષ્ય હતા. તેમણે
૧. આ ગ્રંથ પં. ભગવાનદાસ જૈન, જયપુર, દ્વારા ‘મેધમહોદય-વર્ષપ્રબોધ' નામથી હિન્દી અનુવાદસહિત સન્ ૧૯૧૬માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. શ્રી પોપટલાલ સાકરચંદે, ભાવનગરથી આ ગ્રન્થ ગુજરાતી અનુવાદસહિત છપાવેલ છે. તેમણે જ આની બીજી આવૃત્તિ પણ છપાવી છે.
૨. આનો પરિચય Encyclopaedia Britanica, Vol. II, Pp. 574-575માં આપવામાં આવ્યો છે. આની હસ્તલિખિત પ્રતિ બીકાનેરના અનૂપ સંસ્કૃત પુસ્તકાલયમાં છે, જે વિ. સં. ૧૬૦૦માં લખવામાં આવી છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી, પરંતુ આનો પરિચય શ્રી અગરચન્દજી નાહટાએ ‘ઉસ્તરલાવ-યંત્રસમ્બન્ધી એક મહત્ત્વપર્ણ જૈન ગ્રંથ’ શીર્ષકથી ‘જૈન સત્યપ્રકાશ’માં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org