________________
જ્યોતિષ
૧૭૯
शीघ्रं सफला कार्यसिद्धिर्भविष्यति, अस्मिन् व्यवहारे मध्यमं फलं दृश्यते, ग्रामान्तरे फलं नास्ति, कष्टमस्ति भव्यं स्थानसौख्यं भविष्यति, अल्पा मेघवृष्टिः संभाव्यते ।
1
ઉપર્યુક્ત ૨૪ પ્રશ્નોના ૧૪૪ ઉત્તરો સંસ્કૃતમાં છે તથા પ્રશ્નો કેવી રીતે કાઢવા અને તેનું ફલાફલ કેવી રીતે જાણવું - આ વાતો તે સમયની ગુજરાતી ભાષામાં આપવામાં આવી છે.
અંતમાં ‘પં. શ્રીનવિનયનિિશષ્યબિનવિનતિવિતમ્' એમ લખ્યું છે. ઉદયદીપિકા :
ઉપાધ્યાય મેઘવિજયજીએ વિ.સં. ૧૭૫૨માં ‘ઉદયદીપિકા' નામના ગ્રંથની રચના મદનસિંહ શ્રાવક માટે કરી હતી. તેમાં જ્યોતિષ-સંબંધી પ્રશ્નો અને તેના ઉત્તરોનું વર્ણન છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
પ્રશ્નસુંદરી :
ઉપાધ્યાય મેઘવિજયજીએ વિ.સં. ૧૭૫૫માં ‘પ્રશ્નસુંદરી’ નામક ગ્રંથની રચના કરી છે. તેમાં પ્રશ્નો કાઢવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ અપ્રકાશિત છે.
વર્ષપ્રબોધ :
ઉપાધ્યાય મેઘવિજયજીએ ‘વર્ષપ્રબોધ’ અપર નામ ‘મેઘમહોદય’ નામક ગ્રંથની
રચના કરી છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે. કેટલાંક અવતરણો પ્રાકૃત ગ્રંથોનાં પણ છે. આ ગ્રંથનો સંબંધ ‘સ્થાનાંગ’ સાથે દર્શાવવામાં આવ્યો છે. સમસ્ત ગ્રંથ તેર અધિકારોમાં વિભક્ત છે, જેમાં નિમ્નાંકિત વિષયોની ચર્ચા કરવામાં આવી છે : ૧. ઉત્પાત, ૨. કર્પૂરચક્ર, ૩. પદ્મિનીચક્ર, ૪. મંડલપ્રકરણ, ૫. સૂર્ય-ચંદ્ર-ગ્રહણનું ફળ તથા પ્રતિમાસના વાયુનો વિચાર. ૬. વરસાદ લાવવાના અને તેને રોકવાના મંત્રયંત્ર, ૭. સાઠ સંવત્સરોનું ફળ, ૮. રાશીઓ ૫૨ ગ્રહોના ઉદય અને અસ્તના વક્રીનું ફળ, ૯. અયન-માસ-પક્ષ અને દિવસનો વિચાર, ૧૦. સંક્રાંતિફળ, ૧૧. વર્ષના રાજા અને મંત્રી આદિ. ૧૨. વર્ષાનો ગર્ભ, ૧૩. વિશ્વાઆયવ્યય-સર્વતોભદ્રચક્ર અને વર્ષાની એંધાણી આપતા શુકનો.
૧. આ કૃતિ ‘જૈન સંશોધક’ ત્રૈમાસિક પત્રિકામાં પ્રકાશિત થઈ ચૂકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org