________________
૧૭૮
લાક્ષણિક સાહિત્ય
મહિમોદય મુનિએ “જ્યોતિષ-રત્નાકર' આદિ ગ્રંથોની રચના પણ કરી છે જેનો પરિચય આગળ આપવામાં આવ્યો છે. માનસાગરી પદ્ધતિઃ - “માનસાગરી’ નામ પરથી અનુમાન કરી શકાય કે તેના કર્તા માનસાગર મુનિ હશે. આ નામના અનેક મુનિઓ થઈ ગયા હોવાથી કયા માનસાગરે આ કૃતિની રચના કરી હશે તેનો નિર્ણય થઈ શકતો નથી.
આ ગ્રંથ પદ્યાત્મક છે. તેમાં ફલાદેશ-વિષયક વર્ણન છે. પ્રારંભમાં આદિનાથ આદિ તીર્થકરો અને નવગ્રહોની સ્તુતિ કરીને જન્મપત્રી બનાવવાની વિધિ જણાવી છે. પછી સંવત્સરના ૬૦ નામ, સંવત્સર, યુગ, ઋતુ, માસ, પક્ષ, તિથિ, વાર અને જન્મલગ્ન-રાશિ આદિનાં ફળો, કરણ, દશા, અંતરદશા તથા ઉપદશાનાં વર્ષમાન, ગ્રહોના ભાવ, યોગ, અપયોગ આદિ વિષયોની ચર્ચા છે, પ્રસંગવશ ગણનાઓની ભિન્ન-ભિન્ન રીતિઓ જણાવી છે. નવગ્રહ, ગજચક્ર, યમદંણાચક્ર આદિ ચક્રો અને દશાઓનાં કોષ્ટક આપવામાં આવ્યા છે.' ફલાફલવિષયક-પ્રશ્નપત્ર :
“ફલાફલવિષયક-પ્રશ્નપત્ર” નામની નાની એવી કૃતિ ઉપાધ્યાય યશોવિજય ગણિની રચના હશે એમ પ્રતીત થાય છે. વિ.સં. ૧૭૩૦માં તેની રચના થઈ છે. તેમાં ચાર ચક્ર છે અને પ્રત્યેક ચક્રમાં સાત કોષ્ટક છે. વચ્ચેના ચારેય કોષ્ટકોમાં “32 રીં શ્રી મર્દ નમઃ” લખેલું છે. આગળ-પાછળના છ-છ કોઇકોને ગણતરીમાં લેવાથી કુલ ૨૪ કોષ્ટકો બને છે. તેમાં ઋષભદેવથી લઈને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોનાં નામ અંકિત છે. આસપાસના ૨૪ કોષ્ઠકોમાં ૨૪ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે :
૧. કાર્યની સિદ્ધિ, ૨. મેઘવૃષ્ટિ, ૩. દેશનું સૌખ્ય, ૪. સ્થાનસુખ, ૫. ગ્રામાંતર, ૬. વ્યવહાર, ૭. વ્યાપાર, ૮, વ્યાજદાન, ૯, ભય. ૧૦. ચતુષ્પાદ, ૧૧. સેવા, ૧૨. સેવક, ૧૩. ધારણા, ૧૪. બાધારુધા, ૧૫. પુરરોધ, ૧૬. કન્યાદાન, ૧૭. વર, ૧૮. જયાજય, ૧૯. મન્નૌષધિ, ૨૦. રાજ્યપ્રાપ્તિ, ૨૧. અર્થચિંતન, ૨૨. સંતાન, ૨૩. આગંતુક અને ૨૪ ગતવસ્તુ.
ઉપર્યુક્ત ૨૪ તીર્થકરોમાંથી કોઈ એક પર ફલાફલવિષયક છ-છ ઉત્તરો છે. જેમ કે ઋષભદેવના નામે નિમ્નોક્ત ઉત્તરો છે :
૧. આ ગ્રંથ વેંકટેશ્વર પ્રેસ, મુંબઈથી વિ. સં. ૧૯૬૧માં પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org