________________
૧૭૭
જ્યોતિષ ચતુર્વિશિકોદ્ધાર-અવસૂરિ
ચતુર્વિશિકોદ્ધાર'ગ્રંથ પર નરચંદ્ર ઉપાધ્યાયે અવસૂરિ પણ રચી છે. આ અવસૂરિ પ્રકાશિત થઈ નથી. જ્યોતિસ્સારસંગ્રહ :
નાગોરી તપાગચ્છીય આચાર્ય ચંદ્રકીર્તિસૂરિના શિષ્ય હર્ષકીર્તિસૂરિએ વિ.સં. ૧૬૬૦માં “જયોતિસ્સારસંગ્રહ' નામના ગ્રંથની રચના કરી છે. તેને જયોતિષસારોદ્ધાર' પણ કહેવામાં આવે છે. આ ગ્રંથ ત્રણ પ્રકરણોમાં વિભક્ત છે."
ગ્રંથકારે ભક્તામર સ્તોત્રા, લઘુશાનિસ્તોત્ર, અજિતશાંતિસ્તવ, ઉવસગ્ગહરથોત્ત, નવકારમંત આદિ સ્તોત્રો પર ટીકાઓ લખી છે. ૧. જન્મપત્રીપદ્ધતિ:
નાગોરી તપાગચ્છીય આચાર્ય હર્ષકીર્તિસૂરીએ લગભગ વિ. સં. ૧૯૬૦માં જન્મપત્રીપદ્ધતિનામના ગ્રંથની રચના કરી છે.
સારાવલી, શ્રીપતિપદ્ધતિ આદિ વિખ્યાત ગ્રંથોના આધારે આ ગ્રંથની સંકલના કરવામાં આવી છે. તેમાં જન્મપત્રી બનાવવાની રીત, ગ્રહ, નક્ષત્ર, વાર, દશા આદિનાં ફળ બતાવવામાં આવ્યા છે. ૨. જન્મપત્રીપદ્ધતિ :
ખરતરગચ્છીય મુનિ કલ્યાણનિધાનના શિષ્ય લબ્ધિચંદ્રગણિએ વિ.સં. ૧૭૫૧માં “જન્મપત્રીપદ્ધતિ' નામના એક વ્યવહારોપયોગી જયોતિષ-ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથમાં ઈષ્ટકાળ, ભાત, ભભોગ, લગ્ન અને નવગ્રહો વિશે સ્પષ્ટીકરણ આદિ ગણિત-વિષયક ચર્ચાની સાથે-સાથે જન્મપત્રીના સામાન્ય ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ પ્રકાશિત થયો નથી. ૩. જન્મપત્રીપદ્ધતિઃ | મુનિ મહિમોદયે “જન્મપત્રીપદ્ધતિ' નામક ગ્રંથની વિ.સં. ૧૭૨૧માં રચના કરી છે. આ ગ્રંથ પદ્યમાં છે. તેમાં સારણી, ગ્રહ, નક્ષત્ર, વાર આદિનાં ફળ બતાવવામાં આવ્યા છે. ૧. અમદાવાદના ડેલાના ભંડારમાં આની હસ્તલિખિત પ્રત છે. ૨. આ ગ્રંથની પ૩ પત્રોની પ્રતિ અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં
છે.
૩. આ ગ્રંથની ૧૦ પત્રોની પ્રતિ અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org