________________
૧૭૬
લાક્ષણિક સાહિત્ય લગ્નવિચારઃ
કાસદગચ્છીય ઉપાધ્યાય નરચંદ્ર “લગ્નવિચાર' નામના ગ્રંથની રચના લગભગ વિ.સં. ૧૩૨૫માં કરી છે. જ્યોતિષ પ્રકાશ:
કાસદગચ્છીય નરચંદ્રમુનિએ “જ્યોતિષપ્રકાશ' નામના ગ્રંથની રચના લગભગ વિ.સં. ૧૩૨૫માં કરી છે. ફલિત જ્યોતિષના મુહૂર્ત અને સંહિતાનો આ સુંદર ગ્રંથ છે. તેના બીજા ભાગમાં જન્મકુંડળીના ફળનો અત્યન્ત સરળતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. ફલિત-જયોતિષનું જરૂરી એવું જ્ઞાન આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ચતુર્વિશિકોદ્ધાર ઃ
કાસદગૈચ્છીય નરચંદ્ર ઉપાધ્યાયે “ચતુર્વિશિકોદ્ધાર' નામના જ્યોતિષગ્રંથની રચના લગભગ વિ.સં. ૧૩૨૫માં કરી છે. પ્રથમ શ્લોકમાં જ કર્તાએ ગ્રંથનો ઉદેશ્ય આ પ્રમાણે જણાવ્યો છે :
શ્રીવીરાય જિનેશાય નવાતિશયાત્નિને
प्रश्नलग्नप्रकारोऽयं संक्षेपात् क्रियते मया ॥ આ ગ્રંથમાં પ્રશ્ન-લગ્નના પ્રકારો સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા છે. ગ્રંથમાં માત્ર ૧૭ શ્લોકો છે, જેમાં હોરાઘાનયન, સર્વલગ્નગ્રહબલ, પ્રશ્નયોગ, પતિતાદિજ્ઞાન, જયાજયપૃચ્છા, રોગપૃચ્છા આદિ વિષયોની ચર્ચા છે. ગ્રંથના પ્રારંભમાં જ જ્યોતિષસંબંધી મહત્ત્વપૂર્ણ ગણિત સમજાવ્યું છે. આ ગ્રંથ અત્યન્ત ગૂઢ અને રહસ્યમય છે. નિમ્ન શ્લોકમાં કર્તાએ અત્યન્ત કુશળતાપૂર્વક દિનમાન સિદ્ધ કરવાની રીત જણાવી
पञ्चवेदयामगुण्ये रविभुक्तदिनान्विते ।
त्रिंशद्भुक्ते स्थितं यत् तत् लग्नं सूर्योदयक्षतः ॥ આ ગ્રંથ પ્રકાશિત થયો નથી.'
૧. આની એક પ્રતિ અમદાવાદ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org