________________
જ્યોતિષ
૧૭૩
કેટલાક વિદ્વાનો આ ગ્રંથને ભદ્રબાહુનો નહીં, પરંતુ તેમના નામે અન્ય દ્વારા રચાયેલો માને છે. મુનિ શ્રી જિનવિજયજી તેને બારમી-તેરમી શતાબ્દીની રચના માને છે. જયારે પં.શ્રી કલ્યાણવિજયજી આ ગ્રંથને પંદરમી શતાબ્દી પછીનો માને છે. આ માન્યતાનું કારણ જણાવતાં તેઓ કહે છે કે આની ભાષા બિલકુલ સરળ અને ઉતરતી કોટિની સંસ્કૃત છે. રચનામાં અનેક પ્રકારની વિષયસંબંધી તથા ઇન્દોવિષયક અશુદ્ધિઓ છે. આના નિર્માતા પ્રથમ પંક્તિના વિદ્વાન ન હતા. “સોરઠ' જેવા શબ્દપ્રયોગો પરથી પણ આના લેખક પંદરમી-સોળમી સદીના હોવાનું જ્ઞાત થાય છે. આના સંપાદક પં. નેમિચંદ્રજી તેને અનુમાને આઠમી શતાબ્દીની કૃતિ જણાવે છે. તેમનું આ અનુમાન નિરાધાર છે.
૫. જુગલકિશોરજી મુખ્તારે આને સત્તરમી સદીના એક ભટ્ટારકના સમયની કૃતિ ગણાવી છે, જે યોગ્ય જણાય છે.' જ્યોતિસ્સાર:
આચાર્ય નરચંદ્રસૂરિએ “જ્યોતિસાર' (નારચંદ્ર-જયોતિષ) નામક ગ્રંથની રચના વિ.સં. ૧૨૮૦માં ૨૫૭ પદ્યોમાં કરી છે. તેઓ માલધારી ગચ્છના આચાર્ય દેવપ્રભસૂરિના શિષ્ય હતા.
આ ગ્રંથમાં કર્તાએ નિમ્નોક્ત ૪૮ વિષયો પર પ્રકાશ પાડ્યો છે. ઃ ૧. તિથિ, ૨. વાર, ૩. નક્ષત્ર, ૪. યોગ, ૫. રાશિ, ૬. ચંદ્ર, ૭. તારકાબલ, ૮. ભદ્રા, ૯. કુલિક, ૧૦. ઉપકુલિક, ૧૧. કટક, ૧૨. અર્ધપ્રહર, ૧૩. કાલવેલા, ૧૪ સ્થવિર, ૧૫-૧૬. શુભ-અશુભ, ૧૭-૧૯. ૨ચુપકુમાર, ૨૦. રાજાદિયોગ, ૨૧, ગડાન્ત, ૨૨. પંચક, ૨૩. ચંદ્રાવસ્થા, ૨૪. ત્રિપુષ્કર, ૨૫. યમલ, ૨૬. કરણ, ૨૭. પ્રસ્થાનક્રમ, ૨૮. દિશા, ૨૯. નક્ષત્રશૂલ, ૩૦. કીલ, ૩૧. યોગિની, ૩૨. રાહુ, ૩૩,હંસ, ૩૪. રવિ, ૩૫. પાશ, ૩૬. કાલ, ૩૭. વત્સ, ૩૮, શુક્રગતિ, ૩૯. ગમન, ૪૦. સ્થાનનામ, ૪૧. વિદ્યા, ૪૨. સૌર, ૪૩. અંબર, ૪૪. પાત્ર, ૪૫. નષ્ટ, ૪૬. રોગવિગમ, ૪૭. ઐત્રિક, ૪૮. ગેહારમ્ભ.
નરચંદ્રસૂરિએ ચતુર્વિશતિજિનસ્તોત્ર, પ્રાકૃતિદીપિકા, અનર્થરાઘવ-ટિપ્પણ, ન્યાયકંદલી-ટિપ્પણ અને વસ્તુપાલ-પ્રશતિરૂપ (વિ.સં. ૧૨૮૮નો ગિરનારના જિનાલયનો) શિલાલેખ વગેરે રચ્યા છે. તેમણે પોતાના ગુરુ આચાર્યદેવપ્રભસૂરિ-રચિત
૧. જુઓ–નિબન્યનિચય” પૃ. ૨૯૭. ૨. આ કૃતિ પં. ક્ષમાવિજયજી દ્વારા સંપાદિત થઈને સન્ ૧૯૩૮માં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org