________________
૧૭૪
લાક્ષણિક સાહિત્ય પાંડવચરિત્ર અને આચાર્ય ઉદયપ્રભસૂરિ-રચિત ધર્માલ્યુદયકાવ્યનું સંશોધન કર્યું હતું.
આચાર્ય નરચંદ્રસૂરિના આદેશથી મુનિ ગુણવલ્લભે વિ.સં. ૧૨૭૧માં વ્યાકરણચતુષ્કાવચૂરિ'ની રચના કરી. જ્યોતિસ્સાર-ટિપ્પણ:
આચાર્ય નરચંદ્રસૂરિ-રચિત જ્યોતિસ્સાર' ગ્રંથ પર સાગરચંદ્ર મુનિએ ૧૩૩૫ શ્લોક-પ્રમાણ ટિપ્પણની રચના કરી છે. તેમાં ખાસ કરીને “જ્યોતિસ્તારમાં દર્શાવવામાં આવેલા યંત્રોનો ઉદ્ધાર અને તેના પર વિવેચન કર્યું છે. મંગલાચરણમાં કહેવામાં આવ્યું છે કે :
सरस्वती नमस्कृत्य यन्त्रकोद्धारटिप्पणम् ।
करिष्ये नारचन्द्रस्य मुग्धानां बोधहेतवे ॥ આ ટિપ્પણ પણ હજી સુધી પ્રકાશિત થયેલ નથી. જન્મસમુદ્ર:
“જન્મસમુદ્ર' ગ્રંથના કર્તા નરચંદ્ર ઉપાધ્યાય છે, જે કાસદૃગચ્છના ઉદ્દ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વિ.સં. ૧૩૨૩માં આ ગ્રંથની રચના કરી. આચાર્ય દેવાનંદસૂરિને પોતાના વિદ્યાગુરુ રૂપે સ્વીકાર કરતાં નિમ્ન શબ્દોમાં કૃતજ્ઞતાભાવ પ્રદર્શિત કર્યો છે :
देवानन्दमुनीश्वरपदपङ्कजसेवकषट्चरणः ।
ज्योतिःशास्त्रमकार्षीद् नरचन्द्राख्यो मुनिप्रवरः ॥ આ જ્યોતિષ-વિષયક ઉપયોગી લાક્ષણિક ગ્રંથ છે, જે નીચે દર્શાવેલ આઠ કલ્લોલોમાં વિભક્ત છે: ૧. ગર્ભસંભવાદિલક્ષણ (પદ્ય ૩૧), ૨. જન્મપ્રત્યયલક્ષણ (પદ્ય ર૯), ૩. રિયોગતદ્દમંગલક્ષણ (પદ્ય ૧૦), ૪. નિર્વાણલક્ષણ (પદ્ય ૨૦), ૫. દ્રવ્યોપાર્જનરાજયોગલક્ષણ (પદ્ય ૨૬), ૬. બાલસ્વરૂપલક્ષણ (પદ્ય ૨૦), ૭.
સ્ત્રી જાતકસ્વરૂપલક્ષણ (પદ્ય ૧૮), ૮. નાભસાદિયોગદીક્ષાવસ્થાયુગલક્ષણ (પદ્ય ૨૩).
આમાં લગ્ન અને ચંદ્રના સમસ્ત ફળનો વિચાર કરવામાં આવ્યો છે. જાતકનો આ અત્યંત ઉપયોગી ગ્રંથ છે.'
૧. આ કૃતિ હાલમાં છપાયેલ નથી. આની ૭ પત્રોની હસ્તલિખિત પ્રતિ લા. દ. ભા.
સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે. આ પ્રતિ ૧૬મી શતાબ્દીમાં લખાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org