SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ મલપ્રકરણ : આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય મુનિ વિનયકુશલે પ્રાકૃત ભાષામાં ૯૯ ગાથાઓમાં ‘મણ્ડલપ્રકરણ' નામક ગ્રંથની રચના વિ.સં. ૧૬૫૨માં કરી છે. લાક્ષણિક સાહિત્ય ગ્રંથકારે સ્વયં નિર્દેશ કર્યો છે કે આચાર્ય મુનિચંદ્રસૂરિએ ‘મણ્ડલકુલક’ રચ્યું છે, તેને આધારભૂત માનીને ‘જીવાજીવાભિગમ'ની કેટલીક ગાથાઓ લઈને આ પ્રકરણની રચના કરવામાં આવી છે. આ કોઈ નવીન રચના નથી. જ્યોતિષના ખગોળ-વિષયક વિચારો આમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ગ્રંથ પ્રકાશિત નથી. મણ્ડલપ્રકરણ-ટીકા : ‘મણ્ડલપ્રકરણ’ પર મૂળ પ્રાકૃત ગ્રંથના રચયિતા વિનયકુશલે જ સ્વોપજ્ઞ ટીકા લગભગ વિ.સં. ૧૯૫૨માં લખી છે, જે ૧૨૩૧ ગ્રંથાગ્ર-પ્રમાણ છે. આ ટીકા નથી છપાઈ.૧ ભદ્રબાહુસંહિતા : આજે સંસ્કૃતમાં જે ‘ભદ્રબાહુસંહિતા’ નામનો ગ્રંથ મળે છે તે તો આચાર્ય ભદ્રબાહુ દ્વારા પ્રાકૃતમાં રચાયેલ ગ્રંથના ઉદ્ધારના રૂપમાં મળે છે, તેવું વિદ્વાનોનું મંતવ્ય છે. વસ્તુતઃ ભદ્રબાહુરચિત ગ્રંથ પ્રાકૃતમાં હતો જેનું ઉદ્ધરણ ઉપાધ્યાય મેઘવિજયજી દ્વારા રચિત ‘વર્ષ-પ્રબોધ’ ગ્રંથ (પૃ. ૪૨૬-૨૭)માં મળે છે. આ ગ્રંથ પ્રાપ્ત થતો ન હોવાથી તેના વિષયમાં કશું કહી શકાય નહીં. આ નામનો સંસ્કૃતમાં રચાયેલો જે ગ્રંથ પ્રકાશમાં આવ્યો છે તેમાં ૨૭ પ્રકરણો આ પ્રમાણે છે : ૧. ગ્રંથાંગસંચય, ૨-૩ ઉલ્કાલક્ષણ. ૪. પરિવેષવર્ણન, ૫. વિદ્યુલ્લક્ષણ, ૬. અગ્રલક્ષણ, ૭. સંધ્યાલક્ષણ, ૮. મેઘકાંડ, ૯. વાતલક્ષણ, ૧૦. સકલમા૨સમુચ્ચયવર્ષણ, ૧૧. ગંધર્વનગર, ૧૨. ગર્ભવાતલક્ષણ, ૧૩. રાજયાત્રાધ્યાય ૧૪. સકલશુભાશુભવ્યાખ્યાનવિધાનકથન, ૧૫. ભગવત્રિલોકપતિદૈત્યગુરુ, ૧૬. શનૈશ્ચરચાર, ૧૭. બૃહસ્પતિચાર, ૧૮. બુચાર, ૧૯. અંગારકચાર, ૨૦-૨૧. રાહુચાર, ૨૨. આદિત્યચાર, ૨૩. ચંદ્રચાર, ૨૪. ગ્રહયુદ્ધ, ૨૫. સંગ્રહયોગાર્ધકાણ્ડ, ૨૬. સ્વપ્રાધ્યાય, ૨૭. વસ્રવ્યવહારનિમિત્તક, પરિશિષ્ટાધ્યાય-વસવિચ્છેદનાધ્યાય. ૧. આની પ્રતિ લા. દ. ભા. સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદમાં છે. ૨. હિન્દીભાષાનુવાદસહિત—ભારતીય જ્ઞાનપીઠ, કાશી, સન્ ૧૯૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy