________________
જ્યોતિષ
૧૭૧
વરાહમિહિરની પહેલાં ક્યાંક છે. ભટ્ટોત્પલી ટીકામાં ઋષિપુત્રના સંબંધમાં ઉલ્લેખ છે. તેનાથી તેઓ શક સં. ૮૮૮ (વિ. સં. ૧૦૨૩) પૂર્વે થઈ ગયા તે નિર્વિવાદ છે. આરંભસિદ્ધિ :
નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ આરંભસિદ્ધિ (પંચવિમર્શ) ગ્રંથની રચના (વિ.સં. ૧૨૮૦) સંસ્કૃતમાં ૪૧૩ પઘોમાં કરી છે."
આ ગ્રંથમાં પાંચ વિમર્શ અને ૧૧ દ્વારોમાં આ પ્રમાણેના વિષયો છે: ૧. તિથિ, ૨. વાર, ૩. નક્ષત્ર, ૪. સિદ્ધિ આદિ યોગ, ૫. રાશિ, ૬. ગોચર, ૭. (વિદ્યારંભ આદિ) કાર્ય, ૮. ગમન-યાત્રા, ૯. (ગૃહ આદિનું) વાસ્તુ, ૧૦. વિલગ્ન અને ૧૧.
મિશ્ર.
તેમાં પ્રત્યેક કાર્યના શુભ-અશુભ મુહૂર્તોનું વર્ણન છે. મુહૂર્ત માટે મુહૂર્તચિંતામણિ' ગ્રંથની જેમ જ આ ગ્રંથ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. ગ્રંથનું અધ્યયન કરવાથી કર્તાનું ગણિત વિષયક જ્ઞાન પણ જાણી શકાય છે.
આ ગ્રંથના કર્તા આચાર્ય ઉદયપ્રભસૂરિ મલ્લિષેણસૂરિ અને જિનભદ્રસૂરિના ગુરુ હતા. ઉદયપ્રભસૂરિએ ધર્માસ્યુદયમહાકાવ્ય, નેમિનાથચરિત્ર, સુકૃતકીર્તિકલ્લોલિનીકાવ્ય તેમ જ વિ.સં. ૧૨૯૯માં “ઉવએસમાલા” પર “કર્ણિકા” નામના ટીકાગ્રંથની રચના કરી છે. છાસીઈ” અને “કમ્મસ્થય પર ટિપ્પણ આદિ ગ્રંથ રચ્યા છે. ગિરનારના વિ.સં. ૧૨૮૮ના શિલાલેખોમાંથી એક શિલાલેખની રચના તેમણે કરી છે. આરંભસિદ્ધિ-વૃત્તિઃ
આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ.સં. ૧૫૧૪માં આરંભસિદ્ધિ પર “સુધીવૃંગાર' નામથી વાર્તિક રચ્યું છે. ટીકાકારે મુહૂર્ત સંબંધી સાહિત્યનું સુંદર સંકલન કર્યું છે. ટીકામાં વચ્ચે-વચ્ચે ગ્રહગણિત-વિષયક પ્રાકૃત ગાથાઓ ઉદ્ધત કરી છે તેનાથી જાણી શકાય છે કે પ્રાકૃતમાં ગ્રહગણિતનો કોઈ ગ્રંથ હતો. તેના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
૧. આ હેમહંસકૃત વૃત્તિસહિત જૈન શાસન પ્રેસ, ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org