________________
સંગીત
ગ્રંથમાં ૯ અધિકરણ છે જેમાં નાદ, ધ્વનિ, સ્થાયી, રાગ, વાદ્ય, અભિનય, તાલ, પ્રસ્તાર અને આધ્ધયોગ - આ પ્રમાણે અનેક વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં પ્રતાપ, દિગંબર અને શંકર નામક ગ્રંથકારોનો ઉલ્લેખ છે. ભોજ, સોમેશ્વર અને પરમર્દી - આ ત્રણ રાજાઓનાં નામ પણ ઉલ્લિખિત છે.
સંગીતોપનિષત્સારોદ્વાર :
આચાર્ય રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે વિ.સં. ૧૪૦૬માં ‘સંગીતોપનિષત્ સારોદ્વાર'ની રચના કરી છે. આ ગ્રંથ સ્વયં સુધાકલશ દ્વારા સં. ૧૩૮૦માં રચાયેલ ‘સંગીતોપનિષત્’ના સારરૂપ છે. આ ગ્રંથમાં છ અધ્યાય અને ૬૧૦ શ્લોકો છે. પ્રથમ અધ્યાયમાં ગીતપ્રકાશન, બીજામાં પ્રસ્તારાદિસોપાશ્રય-તાલપ્રકાશન, ત્રીજામાં ગુણસ્વર-રાગાદિપ્રકાશન, ચોથામાં ચતુર્વિધ વાઘપ્રકાશન, પાંચમામાં નૃત્યાંગ-ઉપાંગપ્રત્યંગપ્રકાશન, છઠ્ઠામાં નૃત્યપદ્ધતિપ્રકાશન છે.
૧૫૭
આ કૃતિ સંગીતમકરંદ અને સંગીતપારિજાતથી પણ વિશિષ્ટતર અને અધિક મહત્ત્વની છે.
આ ગ્રંથમાં નરચંદ્રસૂરિનો સંગીતજ્ઞ તરીકે ઉલ્લેખ છે. પ્રશસ્તિમાં તેમણે ‘સંગીતોપનિષત્’ની રચના વિ.સં. ૧૩૮૦માં કર્યાનો ઉલ્લેખ છે.
મલધારી અભયદેવસૂરિની પરંપરામાં અમરચંદ્રસૂરિ થઈ ગયા. તેઓ સંગીતશાસ્ત્રમાં વિશારદ હતા, તેવો ઉલ્લેખ સુધાકલશ મુનિએ કર્યો છે. સંગીતોપનિષત્ ઃ
આચાર્ય રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે ‘સંગીતોપનિષત્’ ગ્રંથની રચના વિ.સં. ૧૩૮૦માં કરી, એવો ઉલ્લેખ ગ્રંથકારે સ્વયં સં. ૧૪૦૬માં રચેલા પોતાના ‘સંગીતોપનિષત્સારોદ્વાર' નામના ગ્રંથની પ્રશસ્તિમાં કર્યો છે. આ ગ્રંથ ખૂબ મોટો હતો. તે હજી સુધી ઉપલબ્ધ થયો નથી.
સુધાકલશે ‘એકાક્ષરનામમાલા'ની પણ રચના કરી છે.
૧. વિશેષ પરિચય માટે જુઓ - ‘જૈન સિદ્ધાંત ભાસ્કર’ ભાગ ૯, અંક ૨ અને ભાગ ૧૦,
અંક ૧૦.
૨. આ ગ્રંથ ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝ, વડોદરાથી પ્રકાશિત થઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org