________________
છઠ્ઠ પ્રકરણ
સંગીત
“સમ્” અને “ગીત' - આ બંને શબ્દોના મળવાથી “સંગીત' પદ બને છે. મોઢેથી ગાવું તે ગીત. “સ” નો અર્થ છે સારું. વાઘ અને નૃત્ય બંનેના સમન્વયથી ગીત સારું બને છે. કહેવાયું છે કેઃ
___ गीतं वाद्यं च नृत्यं च त्रयं संगीतमुच्यते । સંગીતશાસ્ત્રનો ઉપલબ્ધ એવો આદિ ગ્રંથ ભારતનું “નાટ્યશાસ્ત્ર' છે, જેમાં સંગીત-વિભાગ (અધ્યાય ૨૮ થી ૩૬ સુધી) છે. તેમાં ગીત અને વાદ્યોનું પૂર્ણ વિવરણ છે, પરંતુ રાગોનાં નામ અને તેમનું વિવરણ નથી આપવામાં આવ્યું. - ભરતના શિષ્ય દત્તિલ, કોહલી અને વિશાખિલ – આ ત્રણેયે ગ્રંથોની રચના કરી હતી. પ્રથમના ગ્રંથનું નામ દત્તિલમ્, બીજાના ગ્રંથનું કોહલીયમ્ અને ત્રીજાના ગ્રંથનું વિશાખિલમ્ હતું. વિશાખિલમ્ પ્રાપ્ય નથી.
મધ્યકાળમાં હિંદુસ્તાની અને કર્ણાટકી પદ્ધતિઓ ચાલી. તે પછી સંગીતશાસ્ત્રના ગ્રંથો લખાયા.
સન ૧૨૦૦માં બધી પદ્ધતિઓનું મંથન કરીને શાર્ગદવે “સંગીતરત્નાકર' નામનો ગ્રંથ લખ્યો. તેના પર છ ટીકા ગ્રંથો પણ લખાયા છે. તેમાંથી ચાર ટીકા-ગ્રંથ ઉપલબ્ધ નથી.
અર્ધમાગધી (પ્રાકૃત)માં રચાયેલ “અનુયોગદ્વાર' સૂત્રમાં સંગીતવિષયક સામગ્રી પદ્યમાં મળે છે. તેનાથી જાણ થાય છે કે પ્રાકૃતમાં સંગીતનો કોઈ ગ્રંથ રહ્યો હશે.
ઉપર્યુક્ત જૈનેતર ગ્રંથોના આધારે જૈનાચાર્યોએ પણ પોતાની વિશેષતા દર્શાવતા કેટલાક ગ્રંથોની રચના કરી છે. સંગીતસમયસાર ઃ
દિગંબર જૈન મુનિ અભયચંદ્રના શિષ્ય મહાદેવાય અને તેમના શિષ્ય પાર્જચંદ્ર “સંગીતસમયસાર નામના ગ્રંથની રચના લગભગ વિ. સં. ૧૭૮૦માં કરી છે. આ
૧. આ ગ્રંથ “ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળા'માં છપાઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org