SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ લાક્ષણિક સાહિત્ય બતાવવામાં આવ્યા છે. આચાર્ય રામચંદ્રસૂરિ સમર્થ આશુકવિ રૂપે પ્રસિદ્ધ હતા. તેઓ કાવ્યના ગુણદોષોના મોટા પરીક્ષક હતા. તેમણે નાટક આદિ અનેક ગ્રંથોની રચના કરી છે. ગુરુ હેમચંદ્રસૂરિએ જે નાટક આદિ વિષયો પર નહોતું લખ્યું તે વિષયો પર આચાર્ય રામચંદ્રસૂરિએ પોતાની કલમ ચલાવી છે. તેમને પ્રબન્ધશતકર્તા પણ માનવામાં આવ્યા છે. તેનો અર્થ “સો પ્રબન્ધોના કર્તા' નહીં પરંતુ “પ્રબન્ધશત નામના ગ્રંથના કર્તા છે પરંતુ “પ્રબંધશત” ગ્રંથ હજી સુધી નથી મળ્યો. રાજા અજયપાળ નિમિત્તે સં. ૧૨૩૦ની આસપાસ આવા સમર્થ કવિનું અકાળે મૃત્યુ થયું, એવી સૂચના પ્રબંધોમાં મળે છે. તેમના ગુરભાઈ ગુણચંદ્રગણિ પણ સમર્થ વિદ્વાન હતા. તેમણે સવૃત્તિક દ્રવ્યાલંકાર આચાર્ય રામચંદ્રસૂરિની સાથે રચ્યો છે. આચાર્ય રામચંદ્રસૂરિએ નિમ્નલિખિત ગ્રંથોની પણ રચના કરી છે : ૧. કૌમુદીમિત્રાણંદ (પ્રકરણ) ૨. નવવિલાસ (નાટક), ૩. નિર્ભયભીમ (વ્યાયોગ), ૪. મલ્લિકામકરન્દ (પ્રકરણ), ૫. યાદવાલ્યુદય (નાટક), ૬. રઘુવિલાસ (નાટક), ૭. રાઘવાળ્યુદય (નાટક), ૮. રોહિણીમૃગાંક (પ્રકરણ), ૯. વનમાલા (નાટિકા), ૧૦. સત્યહરિશ્ચન્દ્ર (નાટક), ૧૧. સુધાકલશ (કોશ), ૧૨. આદિદેવસ્તવન, ૧૩. કુમારવિહારશતક, ૧૪. જિનસ્તોત્ર ૧૫. નેમિસ્તવ, ૧૬. મુનિસુવ્રતસ્તવ, ૧૭. યદુવિલાસ, ૧૮. સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન-લઘુન્યાસ, ૧૯. સોળ સાધારણજિનસ્તવ, ૨૦. પ્રસાદદ્ધાત્રિશિકા, ૨૧. યુગાદિદાત્રિશિકા, ૨૨. વ્યતિરેકઢાત્રિશિકા, ૨૩. પ્રબંધશત. નાટ્યદર્પણ-વિવૃતિ : આચાર્ય રામચંદ્રસૂરિ અને ગુણચંદ્રસૂરિએ પોતાના “નાટ્યદર્પણ” પર સ્વોપજ્ઞ વિવૃતિની રચના કરી છે. તેમાં રૂપકોનાં ઉદાહરણો પ૫ ગ્રંથોમાંથી આપવામાં આવ્યા છે. સ્વરચિત કૃતિઓમાંથી પણ ઉદાહરણો લેવામાં આવ્યા છે. તેમાં ૧૩ ઉપરૂપકોનાં સ્વરૂપનું આલેખન કરવામાં આવ્યું છે. - ધનંજયના ‘દશરૂપક' ગ્રંથને આદર્શ માનીને આ વિવૃતિ રચવામાં આવી છે. વિવૃતિકારે ક્યાંક-ક્યાંક ધનંજયના મતથી ભિન્ન પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં પૂર્વાપર વિરોધ છે, તેવો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાના ગુરુ આચાર્ય હેમચંદ્રસૂરિના “કાવ્યાનુશાસનથી પણ ભિન્ન એવા મતનું ક્યાંક-ક્યાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001315
Book TitleLakshanik Sahitya Jain History Series 5
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy