________________
પાંચમું પ્રકરણ
નાટ્ય
દુ:ખી, શોકાર્ત, શ્રાંત તેમજ તપસ્વી વ્યક્તિઓને વિશ્રાંતિ આપવા માટે નાટ્યની સૃષ્ટિ કરવામાં આવી છે. સુખ-દુઃખથી યુક્ત લોકનો સ્વભાવ જ આંગિક, વાચિક ઇત્યાદિ અભિનયોથી યુક્ત હોવાથી નાટ્ય કહેવાય છેઃ
योऽयं स्वभावो लोकस्य સુસ્વ-૩:વ- પ્ર-સમન્વિત: 1 सोऽङ्गाद्यभिनयोपेतो नाट्यमित्यभिधीयते ॥
નાટ્યદર્પણ :
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના બે શિષ્યો કવિ કટારમલ્લ બિરુદધારી રામચંદ્રસૂરિ અને તેમના ગુરુભાઈ ગુણચંદ્રગણિએ મળીને ‘નાટ્યદર્પણ’ની રચના વિ. સં. ૧૨૦૦ની આસપાસમાં કરી છે.
‘નાટ્યદર્પણ'માં ચાર વિવેક છે જેમાં બધા મળીને ૨૦૭ પદ્યો છે.
પ્રથમ વિવેક ‘નાટકનિર્ણય'માં નાટ્યસંબંધી બધી વાતોનું નિરૂપણ છે. તેમાં ૧. નાટક, ૨. પ્રકરણ, ૨. નાટિકા, ૪. પ્રકરણી, ૫. વ્યાયોગ, ૬. સમવકાર, ૭. ભાણ, ૮. પ્રહસન, ૯. ડિમ, ૧૦. અંક, ૧૧. ઈહામૃગ અને ૧૨. વીથિ - બાર પ્રકારના રૂપકો બતાવવામાં આવ્યા છે. પાંચ અવસ્થાઓ અને પાંચ સંધિઓનો પણ ઉલ્લેખ છે.
――― આ
દ્વિતીય વિવેક ‘પ્રકરણાઘેકાદશનિર્ણય'માં પ્રકરણથી લઈને વીથિ સુધીના ૧૧ રૂપકોનું વર્ણન છે.
Jain Education International
તૃતીય વિવેક વૃત્તિ-રસ-ભાવાભિનયવિચાર'માં ચાર વૃત્તિઓ, નવ રસો, નવ સ્થાયી ભાવો, તેત્રીસ વ્યભિચારી ભાવો, રસ આદિ આઠ અનુભાવો અને ચાર અભિનયોનું નિરૂપણ છે.
ચતુર્થ વિવેક ‘સર્વરૂપકસાધારણલક્ષણનિર્ણય'માં બધા રૂપકોનાં લક્ષણો
For Private & Personal Use Only
www.jainelibrary.org