________________
૧૫૨
લાક્ષણિક સાહિત્ય
૧૩૨૯માં “વૃત્તરત્નાકર' પર વૃત્તિની રચના કરી હતી. તેમાં તેમણે આચાર્ય હેમચંદ્રના છંદોનુશાસન'ની સ્વોપજ્ઞ વૃત્તિમાંથી ઉદાહરણો લીધા છે. ક્યાંક-ક્યાંક વૃત્તિરત્નાકર'ના ટીકાકાર સુલ્હણમાંથી પણ ઉદાહરણો લીધા છે. સુલ્હણની ટીકાના મૂળ પાઠ કરતાં ક્યાંક-ક્યાંક અંતર છે. ટીકાકારે પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે
वादिश्रीदेवसूरेर्गणगगनविधौ बिभ्रतः शारदायाः, नाम प्रत्यक्षपूर्वं सुजयपदभृतो मङ्गलाह्वस्य सूरेः । पादद्वन्द्वारविन्देऽम्बुमधुपहिते भृङ्गभङ्गी दधानो,
वृत्तिं सोमोऽभिरामामकृत कृतिमतां वृत्तरत्नाकरस्य ॥ ૩. ખરતરગચ્છીય આચાર્ય જિનભદ્રસૂરિના શિષ્ય મુનિ ક્ષેમહંસે તેના પર ટિપ્પણની રચના કરી છે. તેઓ વિ. ૧૫મી શતાબ્દીમાં વિદ્યમાન હતા.
૪. નાગપુરી તપાગચ્છીય હર્ષકીર્તિસૂરિના શિષ્ય અમરકીર્તિ અને તેમના શિષ્ય યશકીર્તિએ તેના પર વૃત્તિની રચના કરી છે. - પ. ઉપાધ્યાય સમયસુંદરગણિએ તેના પર વૃત્તિની રચના વિ.સં. ૧૬૯૪માં કરી
તેના અંતમાં વૃત્તિકારે પોતાનો પરિચય આ પ્રમાણે આપ્યો છે
वृत्तरत्नाकरे वृर्ति गणिः समयसुन्दरः ।
षष्ठाध्यायस्य संबद्धा पूर्णीचक्रे प्रयत्नतः ॥१॥ संवति विधिमुख-निधि-रस-शशिसंख्ये दीपपर्वदिवसे च । जालोरनामनगरे लुणिया-कसलार्पितस्थाने ॥२॥
श्रीमत्खरतरगच्छे श्रीजिनचन्द्रसरयः । तेषां सकलचन्द्राख्यो विनेयो प्रथमोऽभवत् ॥३॥ तच्छिष्यसमयसुन्दरः एतां वृत्तिं चकार सुगमतराम् ।
श्रीजिनसागरसूरिप्रवरे गच्छाधिराजेऽस्मिन् ॥४॥ ૬. ખરતરગચ્છીય મેરુસુંદરસૂરિએ તેના પર બાલાવબોધની રચના કરી છે. મેરુસુંદરસૂરિ વિ. ૧૬ની શતાબ્દીમાં વિદ્યમાન હતા.
૧. આ ટીકા-ગ્રંથની એક હસ્તલિખિત ૩૩ પત્રોની પ્રતિ અમદાવાદના લાલભાઈ
દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે. ૨. આની એક હસ્તલિખિત ૩૧ પત્રોની પ્રતિ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org