________________
૧૩૮
લાક્ષણિક સાહિત્ય
આ ગ્રંથ પર ગ્રંથકારે સ્વોપજ્ઞ વૃત્તિની રચના કરી છે. આ બધા મળીને ૫૪૦ શ્લોકોની કૃતિ છે. છન્દોવિદ્યાઃ
કવિ રાજમલજી આચારશાસ્ત્ર, અધ્યાત્મ, કાવ્ય અને ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા, તે તેમના રચેલા અન્યાન્ય ગ્રંથોથી વિદિત થાય છે. છંદ શાસ્ત્ર પર પણ તેમનો અસાધારણ અધિકાર હતો. તેમણે રચિત “છન્દોવિદ્યા” (પિંગલ) ગ્રંથની ૨૮ પત્રોની હસ્તલિખિત પ્રત દીલ્હીના દિગંબરીય શાસ્ત્રભંડારમાં છે. આ ગ્રંથની શ્લોક-સંખ્યા પપ૦ છે.
કવિ રાજમલ્લજી ૧૬મી શતાબ્દીમાં થઈ ગયા. “છન્દોવિદ્યા'ની રચના રાજા ભારમલજી માટે કરવામાં આવી હતી. છંદોના લક્ષણો પ્રાય: ભારમલજીને સંબોધિત કરીને દર્શાવવામાં આવ્યા છે. આ ભારમલજી શ્રીમાલવંશના શ્રાવકરત્ન, નાગોરી તપાગચ્છીય આમ્નાયને માનનારા તથા નાગોર દેશના સંઘાધિપતિ હતા. એટલું જ નહિ, તેઓ શાકંભરી દેશના શાસનાધિકારી પણ હતા.
છન્દોવિદ્યા પોતાની દષ્ટિએ અનોખો ગ્રંથ છે. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દીમાં નિબદ્ધ છે. તેમાં પણ પ્રાકૃત અને અપભ્રંશ મુખ્ય છે. તેમાં ૮ થી ૬૪પદ્યોમાં છંદશાસ્ત્રના નિયમ, ઉપનિયમ બતાવવામાં આવ્યા છે, જેમાં અનેક પ્રકારના છંદભેદ, તેમનું સ્વરૂપ, ફળ અને પ્રસ્તારોનું વર્ણન છે. કવિ રાજમલજીની સામે પૂજ્યપાદનો છંદશાસ્ત્રવિષયક કોઈ ગ્રંથ હતો. છન્દોવિદ્યામાં બાદશાહ અકબરના સમયની અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે.
આ ગ્રંથ હજી અપ્રકાશિત છે.
કવિ રાજમલજીએ ૧. લાટી સંહિતા, ૨, જબૂસ્વામિચરિત, ૩. અધ્યાત્મકમલમાર્તડ તેમ જ ૪. પંચાધ્યાયીની પણ રચના કરી છે. પિંગલશિરોમણિ :
પિંગલશિરોમણિ' નામના છંદ-વિષયક ગ્રંથની રચના મુનિ કુશલલાભે કરી છે. તેમણે જૂની ગુજરાતી-રાજસ્થાનમાં અનેક ગ્રંથોની રચના કરી છે, પરંતુ સંસ્કૃતમાં તેમની આ જ રચના ઉપલબ્ધ થાય છે. કવિ કુશલલાભ ખરતરગચ્છીય ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય હતા. તેમની ભાષા પરથી જાણી શકાય છે કે તેમનો જન્મ
૧. આ ગ્રંથનો કેટલોક પરિચય “અનેકાંત' માસિક (સન્ ૧૯૪૧)માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org