________________
છંદ
મારવાડમાં થયો હશે. તેમના ગૃહસ્થ જીવન સંબંધી કશી જાણકારી મળતી નથી. ‘પિંગલશિરોમણિ' ગ્રંથની રચનાનો સમય ગ્રંથની પ્રશસ્તિમાં વિ.સં. ૧૫૭૫ જણાવ્યો છે.
‘પિંગલશિરોમણિ’માં છંદો સિવાય કોશ અને અલંકારોનું પણ વર્ણન છે. આઠ અધ્યાયોમાં વિભક્ત આ ગ્રંથમાં અધોલિખિત વિષયો વર્ગીકૃત છે :
૧. વર્ણવર્ણછન્દસંજ્ઞાકથન, ૨-૩. છન્દોનિરૂપણ, ૪. માત્રાપ્રકરણ, ૫. વર્ણપ્રસ્તા૨-ઉદિષ્ટ-નષ્ટ-નિરૂપતાકા-મર્કટી આદિ ષોડશલક્ષણ, ૬. અલંકા૨ વર્ણન, ૭. ડિંગલનામમાલા અને ૮. ગીતપ્રકરણ.
૧૩૯
આ ગ્રંથ ૫૨થી જણાય છે કે કવિ કુશલલાભનો ડિંગલ ભાષા પર પૂર્ણ અધિકાર
હતો.
કવિના અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
૧. ઢોલા-મારૂરી ચૌપાઈ (સં. ૧૬૧૭), ૨. માધવાનલકામકન્દલા ચૌપાઈ (સં. ૧૬૧૭), ૩. તેજપાલરાસ (સં. ૧૯૨૪), ૪. અગડદત્ત-ચૈપાઈ (સં. ૧૬૨૫), ૫. જિનપાલિત-જિનરક્ષિતસંધિ-ગાથા ૮૯ (સં. ૧૯૨૧), ૬. સ્તમ્ભનપાર્શ્વનાથસ્તવન, ૭. ગૌડીછન્દ, ૮. નવકારછન્દ, ૯. ભવાનીછંદ, ૧૦. પૂજ્યવાહણગીત આદિ.
આર્યસંખ્યા-ઉદૃિષ્ટ-નષ્ટવર્તનવિધિ :
ઉપાધ્યાય સમયસુંદરે છંદ-વિષયક ‘આર્યાસંખ્યા-ઉદ્દિષ્ટ-નષ્ટવર્તનવિધિ’ નામક ગ્રંથની રચના કરી છે. તેમાં આર્યા છંદની સંખ્યા અને ઉદ્દિષ્ટ-નષ્ટ વિષયોની ચર્ચા છે. તેનો પ્રારંભ આ પ્રમાણે છે :
जगणविहीना विषमे चत्वारः पञ्चयुजि चतुर्मात्रा: ।
षष्ठाविति चगणास्तघातात् प्रथमदलसंख्या ॥
૧૭મી શતાબ્દીમાં વિદ્યમાન ઉપાધ્યાય સમયસુંદરે સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં અનેક ગ્રંથોની રચના કરી છે.
૧. તેની ત્રણ પત્રોની પ્રતિ અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહમાં છે. આ પ્રત ૧૮મી શતાબ્દીમાં લખાયેલી હોય તેમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org