________________
૧૩૭
ઉપાધ્યાય યશોવિજયગણિએ આ “છન્દોડનુશાસન' મૂળ પર કે તેની વોપજ્ઞવૃત્તિ પર વૃત્તિની રચના કરી છે, એમ માનવામાં આવે છે. આ વૃત્તિ ઉપલબ્ધ નથી.
વર્ધમાનસૂરિએ પણ આ “છન્દોડનુશાસન' પર વૃત્તિ રચી છે, તેવો એક ઉલ્લેખ મળે છે. આ વૃત્તિ પણ અનુપલબ્ધ છે.
આચાર્ય વિજયલાવણ્યસૂરિએ પણ આ “છન્દોડનુશાસન' પર એક વૃત્તિની રચના કરી છે જે લાવણ્યસૂરિ જૈન ગ્રંથમાલા, બોટાદથી પ્રકાશિત થઈ છે. છંદોરત્નાવલી:
સંસ્કૃતમાં અનેક ગ્રંથોની રચના કરનાર “વેણીકૃપાણ’ બિરુદધારી આચાર્ય અમરચંદ્રસૂરિ વાયડગચ્છીય આચાર્ય જિનદત્તસૂરિના શિષ્ય હતા. તેઓ ગુર્જરનરેશ વિશલદેવ (વિ.સં. ૧૨૪૩ થી ૧૨૬૧)ની રાજસભાના સમ્માન્ય વિદ્વદ્રત્ન હતા.
આ જ અમરચંદ્રસૂરિએ સંસ્કૃતમાં ૭૦૦ શ્લોક-પ્રમાણ છન્દોરત્નાવલી' ગ્રંથની રચના પિંગલ આદિ પૂર્વાચાર્યોના છંદગ્રંથોના આધારે કરી છે. તેમાં નવ અધ્યાય છે જેમાં સંજ્ઞા, સમવૃત્ત, અર્ધસમવૃત્ત, વિષમવૃત્ત, માત્રાવૃત્ત, પ્રસ્તાર આદિ, પ્રાકૃત છંદ, ઉત્સાહ આદિ, પપદી, ચતુષ્પદી, દ્વિપદી આદિનાં લક્ષણો ઉદાહરણપૂર્વક બતાવ્યા છે. તેમાં કેટલાક પ્રાકૃત ભાષાના ઉદાહરણો પણ છે. આ ગ્રંથનો ઉલ્લેખ ખુદ ગ્રંથકારે પોતાની “કાવ્યકલ્પલતાવૃત્તિમાં કર્યો છે.
આ ગ્રંથ હજી સુધી અપ્રકાશિત છે. છંદોનુશાસનઃ
મહાકવિ વાલ્મટે પોતાના “કાવ્યાનુશાસન'ની જેમ “છન્દોડનુશાસન'ની રચના પણ ૧૪મી શતાબ્દીમાં કરી છે. તેઓ મેવાડ દેશમાં પ્રસિદ્ધ જૈન શ્રેષ્ઠી નેમિકુમારના પુત્ર અને રાહડના લઘુબંધુ હતા.
સંસ્કૃતમાં નિબદ્ધ આ ગ્રંથમાં પાંચ અધ્યાય છે. પ્રથમ સંજ્ઞાસંબંધી, બીજો સમવૃત્ત, ત્રીજો અર્ધસમવૃત્ત, ચતુર્થ માત્રામક અને પંચમ માત્રાછંદસંબંધી છે. તેમાં છંદવિષયક અતિ ઉપયોગી ચર્ચા છે.
१. श्रीमनेमिकुमारसूनुरखिलप्रज्ञालचूडामणि
श्छन्दःशास्त्रमिदं चकार सुधियामानन्दकृत् वाग्भटः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org