________________
અલંકાર
૧૨૭ મંગલવાદ, ૧૬. સમસ્મરણવૃત્તિ, ૧૭. લેખલિખનપદ્ધતિ, ૧૮. સંક્ષિપ્તકાદમ્બરીકથાનક, ૧૯. કાવ્યપ્રકાશ-ટીકા. સરસ્વતીકંઠાભરણ-વૃત્તિ (પદપ્રકાશ) :
અનેક ગ્રંથોના નિર્માતા એવા માલવાના વિદ્યાપ્રિય રાજા ભોજરાજે “સરસ્વતીકંઠાભરણ' નામના કાવ્યશાસ્ત્ર સંબંધી ગ્રંથનું નિર્માણ વિ.સં. ૧૧૫૦ની આસપાસમાં કર્યું છે. આ વિશાળકાય વૃત્તિ ૬૪૩ કારિકાઓમાં મોટાભાગે સંગ્રહાત્મક છે. તેમાં કાવ્યાદર્શ, ધ્વન્યાલોક ઇત્યાદિ ગ્રંથોનાં ૧૫૦૦ પદ્યો ઉદાહરણરૂપે આપવામાં આવ્યા છે. તેમાં પાંચ પરિચ્છેદ છે.
પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું પ્રયોજન, લક્ષણ અને ભેદ, પદ, વાક્ય અને વાક્યર્થના સોળ-સોળ દોષો તથા શબ્દના ચોવીસ ગુણો નિરૂપિત છે.
દ્વિતીય પરિચ્છેદમાં ૨૪ શબ્દાલંકારોનું વર્ણન છે. તૃતીય પરિચ્છેદમાં ૨૪ અર્થાલંકારોનું વર્ણન છે. ચતુર્થ પરિચ્છેદમાં શબ્દ અને અર્થના ઉપમા આદિ અલંકારોનું નિરૂપણ છે.
પંચમ પરિચ્છેદમાં રસ, ભાવ, નાયક અને નાયિકા, પાંચ સંધિઓ, ચાર વૃત્તિઓ વગેરે નિરૂપિત છે.
આ “સરસ્વતીકંઠાભરણ” પર ભાડાગારિક પાર્જચંદ્રના પુત્ર આજડે ‘પદપ્રકાશ' નામના ટીકા-ગ્રંથ' થી રચના કરી છે. તેઓ આચાર્ય ભદ્રેશ્વરસૂરિને ગુરુ માનતા હતા. તેમણે ભદ્રેશ્વરસૂરિને બૌદ્ધ તાર્કિક દિનાગ સમકક્ષ બતાવ્યા છે. આ ટીકા ગ્રંથમાં પ્રાકૃત ભાષાની વિશેષતાનાં ઉદાહરણ છે તથા વ્યાકરણના નિયમોનો ઉલ્લેખ
વિદગ્ધ મુખમંડન-અવચૂર્ણિઃ
બૌદ્ધધર્મી ધર્મદાસે વિ.સં. ૧૩૧૦ની આસપાસમાં ‘વિદગ્ધમુખમંડા” નામની અલંકારશાસ્ત્ર સંબંધી કૃતિ ચાર પરિચ્છેદોમાં રચી છે. તેમાં પ્રહેલિકા અને ચિત્રકાવ્ય સંબંધી જાણકારી પણ આપવામાં આવી છે.
આ ગ્રંથ પર જૈનાચાર્યોએ અનેક ટીકાઓ રચી છે. ૧૪મી શતાબ્દીમાં વિદ્યમાન ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિએ વિદગ્ધમુખમંડન” પર અવચૂર્ણિની રચના કરી છે.
૧. આની હસ્તલિખિત તાડપત્રીય પ્રત પાટણના ભંડારમાં ખંડિત અવસ્થામાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org