________________
૧૨૬
કાવ્યપ્રકાશ-વૃત્તિ ઃ
ઉપાધ્યાય યશોવિજયગણિએ ‘કાવ્યપ્રકાશ’ પર એક વૃત્તિ ૧૭મી સદીમાં બનાવી હતી, જેનો થોડોક-અંશ હજી સુધી પ્રાપ્ત થયો છે. કાવ્યપ્રકાશ-ખંડન (કાવ્યપ્રકાશ-વિવૃત્તિ) :
મહોપાધ્યાય સિદ્ધિચંદ્રગણિએ મમ્મટરચિત ‘કાવ્યપ્રકાશ’ની ટીકા લખી છે, જેનું નામ તેમણે ગ્રંથના પ્રારંભના પદ્ય ૩માં ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ જણાવ્યું છે પરંતુ પદ્ય ૫માં ‘લખ્યુનતાડવું મં’ અને ‘તત્રાવાવનુવાવપૂર્વાવ્યાપ્રજાશવુન્ડનમારખ્યતે' એવા ઉલ્લેખો હોવાથી આ ટીકાનું નામ ‘કાવ્યપ્રકાશખંડન’ જ જણાય છે. રચના સમય વિ.સં. ૧૭૧૪ની આસપાસ છે.
લાક્ષણિક સાહિત્ય
આ ટીકામાં બે જગ્યાએ ‘સ્મતવૃષ્ટી તોઽવસેયઃ' અને ‘ગુરુનાના વૃદ્દીાતઃ' એવા ઉલ્લેખ હોવાથી જણાય છે કે આ ખંડનાત્મક ટીકા ઉપરાંત તેમણે વિસ્તૃત વ્યાખ્યાની રચના પણ કરી હતી, જે હજી સુધી પ્રાપ્ત થઈ નથી.
ટીકાકારે આ રચના આલોચનાત્મક દિંષ્ટએ બનાવી છે. આલોચના પણ કાવ્યપ્રકાશગત બધા જ વિચારો પર નથી કરવામાં આવી, પરંતુ જે વિષયોમાં ટીકાકારને કંઈ મતભેદ છે તે વિચારોનું તેમાં ખંડન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
છે.
કાવ્યની વ્યાખ્યા, કાવ્યના ભેદ, રસ અને અન્ય સાધારણ વિષયોના જે ઉલ્લેખો ટીકાકારને યોગ્ય નથી લાગ્યા તે વિષયોમાં પોતાનું મંતવ્ય વ્યક્ત ક૨વા માટે તેમણે પ્રસ્તુત ટીકાનું નિર્માણ કર્યું છે.
સિદ્ધિચંદ્રગણિની અન્ય રચનાઓ આ પ્રમાણે છે :
૧. કાદમ્બરી (ઉત્તરાર્ધ) ટીકા, ૨. શોભનસ્તુતિ-ટીકા, ૩. વૃદ્ધપ્રસ્તાવોક્તિરત્નાકર, ૪. ભાનુચંદ્રચરિત, ૫. ભક્તામરસ્તોત્ર-વૃત્તિ, ૬. તર્કભાષા-ટીકા, ૭. સપ્તપદાર્થી-ટીકા, ૮. જિનશતક-ટીકા, ૯. વાસવદત્તાવૃત્તિ અથવા વ્યાખ્યાટીકા, ૧૦. અનેકાર્થોપસર્ગ-વૃત્તિ, ૧૧. ધાતુમંજરી, ૧૨. આખ્યાતવાદ-ટીકા, ૧૩, પ્રાકૃતસુભાષિતસંગ્રહ, ૧૪. સૂક્તિરત્નાકર, ૧૫.
१. शाहेरकब्बरधराधिपमौलिमौलेश्चेतःसरोरुहविलासषडंहितुल्यः । विद्वच्चमत्कृतकृते बुधसिद्धिचन्द्रः काव्यप्रकाशविवृतिं कुरुतेऽस्य शिष्यः ॥ ૨. આ ગ્રંથ ‘સિંધી જૈન ગ્રંથમાલા'માં છપાઈ ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org